સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં કાપડના એજન્ટ તરીકે કામ કરનારના દીકરાએ મેદાન માર્યું, 100 પર્સેન્ટાઇલ સાથે ઓલ ઇન્ડિયામાં 36મો રેન્ક | The son of a cloth agent in the textile market in Surat made the cut, securing 36th All India rank with 100 percentile. | Times Of Ahmedabad

સુરત16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE મેઈન્સ 2023ની એપ્રિલમાં પરીક્ષા લેવાઈ હતી. જેના પરિણામ આજે જાહેર થયા છે. જેમાં સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં કાપડના એજન્ટ તરીકે કામ કરનારના દીકરાએ મેદાન માર્યું છે. 100 પર્સેન્ટાઈલ સાથે શહેરમાં પ્રથમ ક્રમ, જ્યારે ઓલ ઇન્ડિયામાં 36મો રેન્ક મેળવ્યો છે. કોમ્પ્યુટર સાન્યન્સના ક્ષેત્રમાં મુંબઈ આગામી અભ્યાસ કરવા ઈચ્છતા નિશ્ચયે જણાવ્યું હતું કે, રોજની મહેનત અને પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનથી આ સફળતા પ્રાપ્ત કરી છે.

ટેસ્ટના કારણે સફળતા મળીઃ નિશ્ચય
ટેક્સટાઈલ માર્કેટમાં કાપડના એજન્ટ તરીકે કામ કરનાર નીરેન્દ્ર અગ્રવાલના પુત્ર નિશ્ચય અગ્રવાલે 100 પર્સેન્ટાઈલ સાથે શહેરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ અંગે નિશ્ચયે જણાવ્યું હતું કે, ક્લાસરૂમમાં રોજના માર્ગદર્શનની સાથે સાથે ઘરે પણ રોજ મહેનત કરતો હતો, જેના કારણે બોજો આવતો નહોતો. રોજનું કામ રોજ થઈ જતું હતું. ડાઉટ હોય તો શિક્ષકો ક્લિયર કરાવી દેતા હતાં. સાથે જ ટેસ્ટ આપવાના કારણે પણ આ સફળતા મળી શકી છે.

અભ્યાસમાં માતાએ ખૂબ મદદ કરી
વધુમાં જણાવ્યું હતું કે, તેમના માતા બીકોમ બીએડ સુધીનો અભ્યાસ ધરાવે છે. તેમણે પ્લાનિંગમાં ખૂબ મદદ કરી હતી. જે વિષય અઘરા લાગતાં હોય તેના માટે કેવી રીતે તૈયારી કરવી અને કઈ બૂક વાંચવી તે સહિતનું પ્લાનિંગ આપતાં હતાં. આ પ્લાનિંગના કારણે જ ટેન્શન આવ્યું નહોતું.

એકના એક દીકરા માટે પિતાએ કોઈ કસર બાકી ન રાખી
નિશ્ચયના પિતા નીરેન્દ્રભાઇ ટેક્સટાઈલમાં કામ કરે છે. તેઓ બીકોમ સુધીનો અભ્યાસ ધરાવે છે. મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના વતની છે. તેમણે પણ દીકરાના અભ્યાસને લઈને ખૂબ મહેનત કરી હતી. પોતાના એકમાત્ર દીકરાના અભ્યાસને લઈને તેઓ કોઈ કસર બાકી રાખવા ન માગતા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

9 લાખથી વધુ વિદ્યાર્થીએ દેશભરમાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું
નેહચલ સિંહ હંસપાલએ જણાવ્યું હતું કે, નિશ્ચય અગ્રવાલે ટોપ કર્યું છે, જ્યારે રોનવ ગુંજને 99.99 પર્સેન્ટાઈલ સાથે મેથ્સમાં 100 પર્સેન્ટાઈલ સ્કોર કર્યો છે. જ્યારે તેને ઓલ ઇન્ડિયામાં 96 રેન્ક મેળવ્યો છે. 100 પર્સેન્ટાઇલ 1 વિદ્યાર્થી, 99.99 પર્સેન્ટાઇલ 4 વિદ્યાર્થી અને 99.9 પર્સેન્ટાઇલ 13 વિધરથીએ મેળવ્યા છે. JEE મેઈન્સ પરીક્ષામાં કુલ 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ દેશભરમાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

أحدث أقدم