અમદાવાદ18 મિનિટ પહેલા
- કૉપી લિંક
હાલ જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્વક પૂર્ણ થતાં હવે તંત્ર તલાટીની પરીક્ષાનું આયોજન કરવાની તૈયારીઓમાં લાગી ચૂક્યું છે. જો કે, તલાટીની પરીક્ષા માટે પૂરતા કેન્દ્ર ના મળતા હજુ સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી. એન્જીનિયરીંગ અને ડિપ્લોમા કોલેજના એસોસિએશન દ્વારા પોતાના સાથે જોડાયેલી 100 કોલેજમાં પરીક્ષા યોજવા અપીલ કરી છે. આ 100 કેન્દ્રોમાં 50 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે, જેથી કેન્દ્રોની અછત પણ દૂર થશે.
17 લાખ ઉમેદવારો નોંધાયા
તલાટીની પરીક્ષા માટે 17 લાખ ઉમેદવારો નોંધાયા છે, જેના માટે 5000 કરતાં વધુ કેન્દ્રોની પરીક્ષા માટે જરૂર છે. સ્કૂલોની ગણતરી કરવામાં આવે તો 3000 કરતા વધુ કેન્દ્ર મળ્યા છે, જ્યારે બાકીના કેન્દ્ર માટે પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે એસોસિએશન ઓફ ગુજરાત એન્જીનિયરીંગ એન્ડ ટેકલોનોલોજીકલ ડિપ્લોમા કોલેજે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને એસોસિએશન હેઠળની 100 કોલેજમાં પરીક્ષા લેવા જણાવીને પહેલ કરી છે. 100 કોલેજમાં 50,000 કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી વ્યવસ્થા પણ છે.
50,000 ઉમેદવારોનો પ્રશ્ન દૂર થશે
17 લાખ ઉમેદવારોની પરીક્ષા યોજવાની છે, જેથી આયોજનમાં સમય લાગે તેમ છે. હજુ પૂરતા કેન્દ્રો મળ્યા નથી, જેથી એસોસિએશન સાથે જોડાયેલી 100 સંસ્થાઓમાં પરીક્ષા લેવામાં આવે તો 50,000 ઉમેદવારોનો પ્રશ્ન દૂર થશે. આ સંસ્થાઓમાં નિયમ અનુસાર સીસીટીવી કેમેરા પણ છે. લાખો વિદ્યાર્થીઓના હિતની વાત હોવાથી એસોસિએશન સામેથી પહેલ કરી છે. આ પહેલને હકારાત્મક લઈને તેમાં મંજૂરી મળે તો ઝડપથી તૈયારી પણ કરી શકાશે.