- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- 100 Days Of Good Governance Of Gujarat Government Completed Under The Leadership Of Chief Minister, More Than 7 Thousand Farmers Benefited From Government Schemes
રાજકોટ2 કલાક પહેલા
- કૉપી લિંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે હાલમાં જ સુશાસનના 100 દિવસ પૂર્ણ કર્યા છે. આ દરમિયાન લોકકલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ અને સરકારી યોજનાઓ થકી વિવિધ સમુદાયના લોકોને લાભાન્વિત કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત સાત હજારથી વધુ ખેડૂતોને રૂપિયા 688.17 લાખની ચૂકવણી કરવામાં આવી છે.
સરકારે ખેડૂતોને 688.17 લાખની રકમની ચૂકવણી કરી
નાયબ ખેતી નિયામક-તાલીમ તથા રાજકોટ જિલ્લાના ‘આત્મા’ના પ્રોજેક્ટ ડાયરેક્ટર એચ. ડી. વાદીના જણાવ્યા પ્રમાણે, રાજકોટ જિલ્લામાં વર્ષ 2022-23માં ‘100 દિવસ સંકલ્પ સિદ્ધ’ અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લામાં ગાય નિભાવ ખર્ચ યોજના હેઠળ કુલ 7,085 ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. આ ખેડૂતોને કુલ મળીને રૂપિયા 688.17 લાખની રકમની ચૂકવણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અંતર્ગત આ નાણાં સીધાં ખેડૂતોનાં ખાતામાં જ જમા કરવામાં આવ્યા છે.