એક જ કુટુંબના સભ્યોને 100 દિવસ કરતા વધુ રોજગારી આપ્યા બાદ જોબકાર્ડ ડીલીટ કરી દેવાયા; વહીવટી તંત્રમાં હડકંપ | Deleted job cards after employing members of the same family for more than 100 days; A shake-up in the administration | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લામાં ગરીબોને ઘર આંગણે રોજગારીઓ આપનાર કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના સમેત અન્ય વિકાસના કામોમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાની સ્થાનિક રહીશોની રજૂઆતોની ફરિયાદો સ્થાનિક વગદાર ચહેરાઓના પ્રભાવમાં દબાઈ ગઈ હતી. પરંતુ પંચમહાલ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા ઓપરેશન કરપ્શન સામે હાથ ધરાયેલા અભિયાનમાં, નદીસર બાદ ઘોઘંબા તાલુકાના જોરાપુરા (વાંગરવા) ગ્રામ પંચાયત અને માલુ ગ્રામ પંચાયતોમાં 9 વર્ષો પૂર્વે મનરેગા યોજના અંતર્ગત, એક જ કુટુંબોના વ્યક્તિઓને 100 દિવસો કરતા વધારે રોજગારીઓ આપ્યા બાદ સેંકડો જોબકાર્ડને ડીલીટ કરીને લાખ્ખો રૂપિયાની ગેરરીતિઓ અને નાણાંકીય ઉચાપતો કરવામાં આવી છે.

છતા આ સંદર્ભમાં આજરોજ ઘોઘંબા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી કે.પી. પારગીએ દામાવાવ પોલીસ સ્ટેશનમાં આ બન્ને ગ્રામ પંચાયતોના તત્કાલીન સમયના સરપંચો અને તલાટી કમ મંત્રીઓ સમેત, ઘોઘંબા તાલુકા પંચાયતના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીઓ સાથે બે ડઝન જેટલા મનરેગા યોજનાના કર્મચારીઓ અને તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ વિરુદ્ધમાં બે અલગ અલગ ફરીયાદો આપતા માત્ર ઘોઘંબા તાલુકો નહિ, પરંતુ સમગ્ર પંચમહાલ જિલ્લાના વહીવટી તંત્રમાં જબરદસ્ત ચકચાર પ્રસરી જવા પામી છે.

જેમાં દામાવાવ પોલીસ મથકમાં જોરાપુરા (વાંગરવા) ગ્રામ પંચાયતમાં એક જ કુટુંબોમાં મનરેગા યોજનામાંથી 100 દિવસો કરતા વધારે રોજગારીઓ આપ્યા બાદ 721 જોબકાર્ડ ડીલીટ કરી દેવાયા છે. અંદાઝે રૂ. 28.84 લાખની ગેરરીતિઓ અને નાણાંકીય ઉચાપત કરવામાં આવી હતી. જ્યારે માલુ ગ્રામ પંચાયતમાં પણ આજ વહીવટી સ્ટાઈલથી 779 જોબકાર્ડ ડીલીટ કરીને એટલે કે, ડુપ્લીકેટ જોબકાર્ડના આધારે અંદાઝે રૂ. 38.26 લાખની ગેરરીતિઓ અને નાણાંકીય ઉચાપતના આ મનરેગા યોજનાના મહાકૌભાંડ સામે 26 ઉપરાંત આરોપીઓ સામે દામાવાવ પોલીસ તંત્રએ ઈ.પી.કો. 409, 114 મુજબ ગુનો દાખલ કર્યો છે.

ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી કે.પી. પારગી દ્વારા મનરેગા યોજના હેઠળ એક જ કુટુંબોના લાભાર્થીઓને ડુપ્લીકેટ જોબકાર્ડ દ્વારા 100 દિવસો કરતા વધારે રોજગારીઓ આપ્યા બાદ, જોરાપુરા (વાંગરવા) ગ્રામ પંચાયત અને માલુ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા 9 વર્ષો પૂર્વે આચરવામાં આવેલા આ લાખ્ખો રૂપિયાના રોજગારીઓ આપવાના મહાકૌભાંડને, છાવરવા માટે ડુપ્લીકેટ જોબકાર્ડને ડીલીટ કરી દેવાના મનરેગા યોજનાના માસ્ટર માઈન્ડ વહીવટ જેવા કૌભાંડ સામે, તત્કાલીન સમયના સરપંચો, તલાટી કમ મંત્રીઓ સમેત જવાબદાર તાલુકા વિકાસ અધિકારીઓ, મનરેગા યોજના અને તાલુકા પંચાયતના જે તે કર્મચારીઓ સામે દામાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ બન્ને ફરિયાદોમાં આરોપીઓ બનાવવામાં આવતા જિલ્લા વહીવટી તંત્રમાં હડકંપ પ્રસરી જવા પામ્યો છે.

જોરાપુરા (વાંગરવા) ગ્રામ પંચાયત ખાતે મનરેગા યોજનાના રોજગારી કૌભાંડી ચહેરાઓના નામ

  1. રમેશભાઇ સાવકુણભાઇ બારીઆ સરપંચ
  2. એન.વી.પરમાર ત.ક.મંત્રી
  3. પી.આર.પટેલ ત.ક.મંત્રી
  4. એચ.સી. સુથાર ત.ક.મંત્રી
  5. સી.સી.રાઠવા ત.ક. મંત્રી
  6. કે.જી.બારીઆ જી.આર.એસ
  7. એચ.બી.પટેલીયા જી.આર.એસ
  8. એસ.વાય. ગોસાવી તાલુકા વિકાસ અધિકારી
  9. એન.ઝેડ.મુનીયા તાલુકા વિકાસ અધિકારી
  10. જે.આર.પટેલ તાલુકા વિકાસ અધિકારી
  11. કે.આર.ચૌધરી અ.મ.ઇ., ટી.એ
  12. પી.એન.રામાનંદી અ.મ.ઇ
  13. બી.ટી.મૈસુરીયા અ.મ.ઇ
  14. યુ.જે.પરમાર એ.પી.ઓ
  15. બી.એમ પટેલ એ.પી.ઓ
  16. એચ.એન.વણકર આસી.વર્કસ મેનેજર, ટી.એ
  17. એચ.એ.પટેલ ટી.એ
  18. જે.એમ.પટેલ ટી.એ
  19. એ.એન.પંચાલ એમ.આઇ.એસ
  20. વી.ડી.પરમાર એમ.આઇ.એસ
  21. આર.આઇ.વરીયા એમ.આઇ.એસ
  22. શ્રીમતિ બી.બી.પઢીયાર આંકડા સહાયક

માલુ ગ્રામ પંચાયત ખાતે મનરેગા યોજનાના રોજગારી કૌભાંડી ચહેરાઓના નામ

  1. લલ્લુભાઇ કલજીભાઇ રાઠવા સરપંચ
  2. શ્રીમતિ રમીલાબેન ગણપતભાઇ નાયક સરપંચ
  3. વી.વી.રાવત ત.ક.મંત્રી
  4. એસ.બી.સેલોત ત.ક.મંત્રી
  5. એલ.ઝેડ.રાઠવા ત.ક.મંત્રી
  6. કે.બી.બારીયા જી.આર.એસ
  7. એચ.ડી.સોલંકી જી.આર.એસ
  8. એ.આર.બારીયા જી.આર.એસ
  9. એસ.એન.રાઠવા જી.આર.એસ
  10. એન.એમ.પટણી તાલુકા વિકાસ અધિકારી
  11. એસ.વી.ગોસાવી તાલુકા વિકાસ અધિકારી
  12. એન.ઝેડ.મુનીયા તાલુકા વિકાસ અધિકારી
  13. જે.આર.પટેલ તાલુકા વિકાસ અધિકારી
  14. કે.આર.ચૌધરી અ.મ.ઇ. ટી.એ
  15. પી.એન.રામાનંદી અ.મ.ઇ
  16. બી.ટી.મૈસુરીયા અ.મ.ઇ
  17. યુ.જે.પરમાર એ.પી.ઓ
  18. બી.એમ.પટેલ એ.પી.ઓ
  19. એન.એચ.વણકર આસી.વર્કસ મેનેજર
  20. જે.એમ.પટેલ ટી.એ
  21. વી.બી.પંચાલ ટી.એ
  22. એચ.એન.વણકર ટી.એ
  23. એ.એન.પંચાલ એમ.આઇ.એસ
  24. વી.ડી.પરમાર એમ.આઇ.એસ
  25. આર.આઇ.વરીયા એમ.આઇ.એસ.
  26. શ્રીમતિ બી.બી.પઢીયાર આંકડા સહાયક

أحدث أقدم