નર્મદા જિલ્લાની સરકારી કચેરીઓ અને તેની 100 મીટરની ત્રિજ્યામાં અનઅધિકૃત વ્યક્તિ કે ટોળાને ઊભા રહેવા-પ્રવેશ પર પ્રતિબંધ | Prohibition of standing-entry of unauthorized persons or mobs in Narmada district government offices and within 100 meters radius thereof | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Prohibition Of Standing entry Of Unauthorized Persons Or Mobs In Narmada District Government Offices And Within 100 Meters Radius Thereof

નર્મદા (રાજપીપળા)43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓમાં રોજે-રોજ જાહેર જનતા પોતાના કામ અર્થે આવતી હોય છે. ત્યારે કચેરીઓની આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક ઈસમો એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરીને કામ કરાવવા માટે લલચાવીને ગેરમાર્ગે દોરી અનઅધિકૃત કામ કરવાનો ઈરાદો રાખતાં વ્યક્તિ/ઈસમો પ્રવૃત્તિ કરી રહ્યાં હોવાનું ધ્યાને આવતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જાહેરનામા થકી જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓ ખાતે કોઈપણ અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી દ્વારા સદરહુ કચેરીઓમાં આવતી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી પૈસા પડાવવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાનો ઈરાદાઓ ધરાવતી વ્યક્તિઓના ઉપરોક્ત કચેરીઓના મુખ્ય દરવાજાની આસપાસના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઉભા રહેવા પર તેમજ કચેરીઓમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું તા.10 એપ્રિલથી તા. 8 જૂન 2023 સુધી સમગ્ર નર્મદા જિલ્લામાં અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ – 135 તથા ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જે તે સરકારી કચેરીના વડા તેમજ નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post