الأحد، 30 أبريل 2023

વડાપ્રધાન મોદીના 100માં એપિસોડને સાંભળવા ગોધરા ભાજપ સંગઠન દ્વારા અટલ ઉદ્યાન ખાતે વિશેષ આયોજન કરાયું | A special event was organized by the Godhra BJP organization at Atal Udyan to listen to Prime Minister Modi's 100th episode | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડને સાંભળવા ગોધરા ભાજપ સંગઠન દ્વારા અટલ ઉદ્યાન ખાતે વિશેષ આયોજન કરાયું હતું. જેમાં ધારાસભ્ય સી.કે. રાઉલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100મી વખત મન કી બાત કાર્યક્રમ થકી દેશવાસીઓ સાથે સંબોધન કર્યું હતું. મન કી બાતના 100માં એપિસોડના કાર્યક્રમ દ્વારા પીએમ મોદી દેશવાસીઓ સાથે સીધો સંવાદ કરી રાષ્ટ્રવિકાસને સ્પર્શતા મુદ્દાઓની પ્રેરણાદાયી વાતો અને વિવિધ મુદ્દાઓ પર તેમના મંતવ્યો અને લોકોના પ્રયાસોના ઉદાહરણો લોકો સમક્ષ મુકતા હોય છે.

ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા અટલ ઉદ્યાન ખાતે ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજીની ખાસ ઉપસ્થિતિમાં ગોધરા શહેર સહિત વિધાનસભાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડને સાંભળવા માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, નગરપાલિકા સભ્યો, સંગઠનના હોદ્દેદારો સહિતના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડને સાંભળ્યો હતો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.