Sunday, April 23, 2023

ચાંગોદરમાં કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગનો દરોડો, પેઇન કીલર, ઉંઘની નશા માટે વપરાતી 1.02 કરોડ ટેબ્લેટ્સ, કેપ્સ્યુલ જપ્ત | Central Narcotics Department raids in Changodar, seizes 1.02 crore tablets, capsules of pain killers, sleeping pills | Times Of Ahmedabad

રાજકોટ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
નાર્કોટિક્સ વિભાગે દવાનો જથ્થો સીઝ કર્યો. - Divya Bhaskar

નાર્કોટિક્સ વિભાગે દવાનો જથ્થો સીઝ કર્યો.

અમદાવાદના ચાંગોદરમાં કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગની ટીમે ટ્રાન્સરોડ લોજિસ્ટિક્સના ગોડાઉનમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં નશા માટે વપરાતી દવાનો જથ્થો મળી આવ્યો હતો. નાર્કોટિક્સ વિભાગે ગોડાઉનમાંથી 1,02,42,652 ટેબ્લેટ્સ અને કેપ્સ્યુલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. પેઇન કિલર અને ઊંઘની દવાઓનો નશા માટે ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે. જો કે, આ જથ્થો મગાવનાર શખસ હાલ ફરાર છે.

નાર્કોટિક્સ વિભાગે બાતમીના આધારે રેડ કરી
તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું છે કે, NDPS ડ્રગ્સનું એક મોટું કન્સાઈનમેન્ટ ગેરકાયદેસર બજારમાં વાળવામાં આવશે. આથી તેના પર વોચ રાખવામાં આવી હતી. CBN, નવી દિલ્હી અને ડ્રગ વિભાગ, ગુજરાતની પ્રિવેન્ટિવ ટીમે દરોડો પાડીને અલ્પ્રાઝોલમની 44,55,600 ટેબ્લેટ્સ અને ટ્રામાડોલની 57,87,052 કેપ્સ્યુલ મળી કુલ 1,02,42,652 ટેબ્લેટ્સ અને કેપ્સ્યુલ જપ્ત કરી હતી.

અત્યારસુધીમાં સૌથી મોટો દવાનો જથ્થો જપ્ત કર્યો
CBN દિલ્હીના અધિકારીઓએ અત્યારસુધીની સૌથી મોટી 1,02,42,652 ટેબ્લેટ્સ અને સાયકોટ્રોપિક દવાઓની કેપ્સ્યુલ્સ જપ્ત કરી છે. મહત્વનું છે કે કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગ દ્વારા પહેલા દિલ્હી અને પછી રાજસ્થાનના બાડમેર અને સંચોલમાં પણ દરોડા પાડવામાં આવી ચુક્યા છે. જે કેસમાં 5 આરોપીઓ હાલ જેલમાં છે. આ દરોડા નવેમ્બર 2022 માં પાડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: