દમણ-સેલવાસમાં એન્ટી ટીબી દવાના માહિતી ન આપતા 102 દુકાનને નોટિસ | Notice to 102 shops in Daman-Selvas not providing anti TB drug information | Times Of Ahmedabad

દમણ21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ટીબી વિરોધી દવાના આંકડાથી દર્દીઓની ઓળખ માટે વિભાગને સરળતા રહે છે
  • અગાઉ પ્રિસ્ક્રિપશન વિના દવા આપતા મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી કરી હતી

સંઘપ્રદેશ દમણ ડ્રગ્સ કંટ્રોલ વિભાગે અગાઉ પ્રિસ્ક્રિપશન વિના દવા આપતા મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી કરી હતી. જોકે, તંત્રએ ફરીથી ટીબી રોગની સારવાર માટેની દવાનો રેકર્ડ ન રાખનારા 102 દુકાનને નોટિસ પાઠવતા ફફડાટ મચી ગયો છે.

સંઘપ્રદેશમાં વર્ષના અંત સુધી ટીબી (ક્ષય) મુક્ત બનાવવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. આ અભિયાનને સફળ બનાવવા માટે પ્રશાસનના દરેક વિભાગને જવાબદારી સોંપી છે. સંઘપ્રદેશના ડ્રગ્સ કંટ્રોલ વિભાગે દાનહ અને દમણ-દીવમાં એન્ટી ટીબી દવાના વેચાણના ડેટા નહીં પુરા પાડનારી લગભગ 102 જેટલી દવાની (કેમિસ્ટ) દુકાનોને તેમના રિટેઈલ સેલના લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ્ કરવા માટે કારણદર્શક નોટિસ પાઠવતા ચર્ચાનો વિષય બન્યો છે.

ટીબી વિરોધી દવાના આંકડાથી દર્દીઓની ઓળખ માટે વિભાગને સરળતા રહેવાથી તેનો સંપર્ક કરી પ્રદેશને ટીબી મુક્ત બનાવવા પ્રશાસને શરૂ કરેલા અભિયાનમાં મદદ મળી શકે એમ છે. પ્રદેશના ડ્રગ્સ કંટ્રોલ વિભાગે દવાની(કેમિસ્ટ) દુકાનોના સંચાલકો સાથે અનેક વખત બેઠકો યોજી તેમની દુકાનમાંથી ઍન્ટી ટીબીની વેચાતી ડ્રગ્સની માહિતીના ડેટા માંગવામાં આવ્યા હતા.

પરંતુ પ્રદેશના ડ્રગ્સ વિભાગના નિર્દેશને ગંભીરતાથી નહીં લેતાં છેવટે દાનહના 81 અને દમણમાં 21 મળી 102 જેટલી દવાની(કેમિસ્ટ) દુકાનોને કારણદર્શક નોટિસ ફટકારી છે. જેનાથી સંચાલકોમાં ફફડાટ પણ ફેલાયો છે અને હવે ડેટા પહોંચાડવા સક્રિય બન્યા છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم