સુરેન્દ્રનગર42 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં વીજ કંપનીની ટીમે વીજચોરી અંગે દરોડા પાડ્યાં હતા. જેમાં 105 કનેકશનો ચેક કરવામાં આવ્યાં હતા. આ કનેકશનોમાંથી 34માં ગેરરીતી માલુમ પડતા વીજ ગ્રાહકોને રૂપીયા 10 લાખથી વધુના દંડ ફટકારવામાં આવ્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક વીજચોરીના લીધે પીજીવીસીએલ વીજ કંપનીને ભારે માત્રામાં વીજ લોસ સહન કરવો પડી રહ્યો છે. ત્યારે વીજ લોસને ઘટાડવા માટે વીજ કંપની અવારનવાર વીજચોરી અંગે દરોડા પાડે છે. જેમાં વીજ કંપનીની ટીમોએ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દરોડા પાડ્યાં હતા.
ચુડા તાલુકાના ચુડા શહેર, ખાંડીયા, કંથારીયા, ઝીંઝાવદર સહિતના ગામોમાં વીજચોરી અંગે તંત્રના દરોડાથી વેજળકા સહીતના ગામોમાં વીજ કંપનીની 13 ટીમોએ દરોડા પાડ્યાં હતા. જેમાં વાણીજય વીજ કનેકશનોની તપાસ કરી હતી. જેમાં 105 વીજ કનેકશનોની તપાસમાં 34માં ગેરરીતી સામે આવી હતી. આથી વીજ કંપનીની ટીમે વીજચોરી કરતા 34 ગ્રાહકોને રૂપીયા 10 લાખથી વધુના દંડ ફટકાર્યા છે. આથી ચુડા તાલુકાના વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.