ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં 1051 પુસ્તકોનું વિમોચન કર્યુ, RSSની પુનરુત્થાન વિદ્યાપીઠે પુસ્તક લખાવ્યા | As many as 1051 books were released in the senate hall of Gujarat University, RSS revival Vidyapeeth wrote the book. | Times Of Ahmedabad

અમદાવાદ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. શુક્રવારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સમાજ શક્તિ સંમેલનમાં લોકોને સંબોધન બાદ આજે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા આયોજિત 1051 જેટલા પુસ્તકોના વિમોચન કર્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગીની સંસ્થા પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા ધર્મ, સમાજ, સંસ્કૃતિ, ગૌરક્ષા, પર્યાવરણ, યોગ વગેરે વિષયો ઉપર અલગ અલગ લેખકો પાસે આ પુસ્તકો લખાવવામાં આવ્યા છે.

1051 પુસ્તકોનું લોકાર્પણએ વર્લ્ડ રેકોર્ડ બની શકે
મોહન ભાગવતે જણાવ્યું હતું કે, આજે એક સાથે 1051 પુસ્તકોનું લોકાર્પણએ વર્લ્ડ રેકોર્ડ બની શકે છે. આપણે ગુલામીમાંથી બહાર આવ્યા જ નહીં, આપણી લૂંટ થતી રહી છે. એટલે એને સમજવું અને સમજાવવાનું અમારું કામ છે. નવી શિક્ષા નીતિમાં નવું શું તે જોવાની પણ અલગ દૃષ્ટિ હોવી જોઈએ. ભારતીય પરંપરાનું જ્ઞાન ભારતીયોને થઈ જાય એ માટે આ એક પગલું લેવામાં આવ્યું છે. આ જ્ઞાનને સમજવા માટે અલગ અલગ પ્રકાર છે. કોરોનામાં વિશ્વને થયું કે ભારતની આવશ્યકતા દુનિયાને છે.

કિંગ ઓફ ધી કિંગ ભગવાન
ભૌતિક જીવનમાં જો જોવું હોય તો વિજ્ઞાનનું જ્ઞાન પણ મળશે. જ્ઞાન અને વિજ્ઞાન બને પૂરક છે. વિજ્ઞાન અને ધર્મ વચ્ચે ઝગડો ઊભો કરવામાં આવ્યો છે. વિજ્ઞાન શ્રદ્ધાને માનતો નથી. એક જ જ્ઞાનને સમજવા માટેનાં 4 પ્રકાર છે. તમામ લોકો સુખનો વિચાર કરે છે. મનુષ્ય એ જેને રાજા બનાવ્યો તે યોગ્ય તો બધું જ યોગ્ય થશે. કિંગ ઓફ ધી કિંગ ભગવાન છે. હાલ જે રાજા છે તે માત્ર ભગવાનની ઈચ્છાથી છે.

વિજ્ઞાનના કારણે મનુષ્ય સુખ સુવિધા ભોગવે છે
ભગવાનના એજન્ટ આવ્યા બાદ સ્થિતિ બગડી છે. સ્વર્ગનું પણ રિઝર્વેશન થાય એવી સ્થિતિ ઉભી થઇ છે. વિજ્ઞાનના કારણે મનુષ્ય સુખ સુવિધા ભોગવે છે. વિજ્ઞાનને મનુષ્ય શક્તિના સ્વરૂપમાં વાપરતો થયો. આપણે બહારની વાતોને જણાવી એણે જ્ઞાન માનવામાં આવે છે પણ એ વિજ્ઞાન છે. પણ મેડિટેશનથી આંતરિક જ્ઞાન મળે છે. અહંકારને મારવાથી આંતરિક જ્ઞાન મળે છે. વિજ્ઞાન ભગવાનમાં નથી માનતું.

RSS સહિતના 359 વિવિધ લેખકોએ પુસ્તક લખ્યાં
પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા જુલાઈ 2019થી વિવિધ વિષયો ઉપર દેશના રાજ્યોના 359 જેટલા વિવિધ લેખકો જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી લઈ અને અલગ અલગ લેખકો પાસે પુસ્તકો લખાવવાની શરૂઆત થઈ હતી. જેને જ્ઞાન સાગર પ્રકલ્પ તેનું નામ આપવામાં આવ્યું હતું. પાંચ વર્ષથી લઈને પીએચડી કરેલા લોકો વાંચી શકે તે સંદર્ભમાં યોગ, પર્યાવરણ, સંસ્કૃતિ, સમાજ, ધર્મ, ગૌરક્ષા, અધ્યાત્મ, આયુર્વેદ વગેરે વિષયો પર પુસ્તકો લખવામાં આવ્યા છે. મોહન ભાગવતના હસ્તે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં આ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم