બોટાદના બાબરકોટ માર્કેટ યાર્ડમાં રુ. 1067 ભાવે ચણાની ખરીદી, બજારભાવ કરતા વધુ ભાવે ખરીદીથી ખેડૂત ખુશ | In Babarkot Market Yard, Botad, Rs. 1067 purchase of gram, the farmer is happy with the purchase at a price higher than the market price | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • In Babarkot Market Yard, Botad, Rs. 1067 Purchase Of Gram, The Farmer Is Happy With The Purchase At A Price Higher Than The Market Price

બોટાદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
બોટાદમાં માર્કેટ યાર્ડમાં ચણાની ખરીદી. - Divya Bhaskar

બોટાદમાં માર્કેટ યાર્ડમાં ચણાની ખરીદી.

ખેડૂતોને તેમની મહામૂલી કૃષિ જણસોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામના ખેડૂત ગોહિલ રામદેવસિંહના ચણાના ઉત્પાદનની ખરીદી બાબરકોટ યાર્ડ, પાળીયાદ ખાતેથી કરવામાં આવી હતી.

જે બદલ રામદેવસિંહે ખુશીની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “સરકારે મારા ચણાના પાકની ટેકાના ભાવે ખરીદી કરી. ચણાના પાકના બજારભાવ કરતાં વધુ એટલે કે બજારમાં રૂપિયા 900 રૂપિયાની આસપાસ ભાવ મળે છે ત્યારે સરકાર દ્રારા ટેકાના ભાવમાં રૂપિયા 1067 ભાવ મળ્યા તે માટે હું ખૂબ ખુશ છું.”

સાથોસાથ બાબરકોટ માર્કેટ યાર્ડ ખાતેથી જ રાણપુર તાલુકાના રાજપરા ગામના ખેડૂત ઘનશ્યામભાઈ જજરીયાના ચણાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. આ અવસરે ખેડૂત ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, “ચણાના બજાર ભાવ કરતા અમને વધારે ભાવ મળી રહ્યા છે. ટેકાના ભાવે સરકાર રૂપિયા 1067માં ચણાની ખરીદી કરી રહી છે તેનાથી મારા જેવા ખેડૂતોને ખૂબ લાભ થઈ રહ્યો છે. હાલ જ્યારે બજારમાં ભાવ ઓછાં ચાલે છે ત્યારે સરકાર દ્વારા ખરીદી શરૂ થતાં હવે અમારી ચિંતા દૂર થઇ છે. મારા જેવા અનેક ખેડૂતભાઈઓ સરકારના ખેડૂતહિતલક્ષી નિર્ણયોથી લાભાન્વિત થઈ રહ્યાં છે.”

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم