ગોંડલ નગરપાલિકા ટેક્સ શાખાએ ગત વર્ષમાં 10.78 કરોડ રૂપિયાની આવક કરી; માર્ચ એન્ડિંગ સુધીમાં એક માસમાં જ દોઢ કરોડની આવક | The Gondal Municipal Tax Branch generated a revenue of Rs 10.78 crore last year; Income of one and a half crores in one month till March ending | Times Of Ahmedabad

ગોંડલ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગોંડલ શહેર અને વસ્તીનો વ્યાપ્ત દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. રહેણાંક ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ બાંધકામો પણ વધી રહ્યા છે. ત્યારે ગત નાણાંકીય વર્ષોમાં નગરપાલિકા ટેક્ષ શાખાએ પોણા આગિયાર કરોડની આવક કરી રેકોર્ડ બ્રેક કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ નગરપાલિકા ટેક્સ શાખાના ટેક્સ સુપ્રીમટેન્ડન્ટ અમિતભાઈ ધાનાએ જણાવ્યું હતું કે, ગત નાણાકીય વર્ષમાં ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન રૈયાણી, ગૌતમભાઈ સિંધવ અને કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજાની નીગરાની હેઠળ ટેક્સ શાખા દ્વારા આખા વર્ષ દરમિયાન ટેક્સ ઉઘરાવવા માટે તનતોડ મહેનત કરવામાં આવી હતી. નાણાકીય વર્ષોના અંતે કુલ રૂ. 10 કરોડ 78 લાખ 84 હજાર 203ની આવક કરી રેકોર્ડ બ્રેક કર્યો છે. આવડી મોટી આવક અત્યાર સુધીમાં નગરપાલિકાના ઇતિહાસમાં થવા પામી નથી અને તેમાં પણ નાણાકીય વર્ષના અંતિમ મહિના એટલે કે માર્ચ એન્ડિંગમાં રૂપિયા 1 કરોડ 53 લાખ 64 હજાર 587ની આવક કરી છે.

આ રેકોર્ડ બ્રેક કરવામાં વોર્ડ ક્લાર્ક દિનેશભાઈ અજાગિયા, હરેશભાઈ બોરીસાગર, ભરતભાઈ ભુંડિયા, હરેશભાઈ બાબરીયા, જીતુભાઈ અપરનાથી, ભાવેશભાઈ ભટ્ટી, હિતેન્દ્રસિંહ સરવૈયા, દેવરાજ સિંહ ઝાલા, ધ્રુવરાજસિંહ વાળા, કેશીયર પ્રકાશબા સરવૈયા, વ્યોમાબેન ભેડા, મિત ભેડા, ગનીભાઇ ગામોટ, રફિકભાઇ સુમરા અને ભરતભાઈ મક્કાએ જહેમત ઉઠાવી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વ્યાજ માફીની સ્કીમ આપવામાં આવી હોય જે નગરપાલિકાના ટેક્સ શાખાના કર્મચારીઓ દ્વારા લોકોના ઘરે-ઘરે, દુકાને-દુકાને જઈ સમજાવવામાં આવતા લોકો ટેક્સ ભરતા થયા હતા. ફેડરલ બેંક દ્વારા પોસ્ટ મશીન આપવામાં આવ્યા. જે ટેક્નોલોજીની મદદથી લોકો ક્રેડિટ કાર્ડથી પણ ટેક્સ ભરવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم