Wednesday, April 19, 2023

મહેસાણામાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મહિલાને પ્રસુતાનો દુખાવો ઉપડતા 108 ટીમે સ્થળ પર જ સફર ડિલીવરી કરાવી | A 108 team made a trip delivery on the spot to a woman in labor pain in Gujarat Housing Board in Mehsana. | Times Of Ahmedabad

મહેસાણાએક કલાક પહેલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં કાર્યરત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ટીમ સતત ખડેપગે રહેતી હોય છે. ત્યારે વધુ એક વાર 108 ટીમના સહયોગથી પ્રસુતાને સમયસર સારવાર આપી સ્થળ પર જ સફળ ડિલીવરી કરાવી હતી.

મહેસાણા શહેરમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કામ કરવા આવેલની મહિલાને કામ કરતા સમય પ્રસુતાનો અસહ્ય દુખાવો ઉપડતા પરિવાર 108ને જાણ કરતા ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. મહિલાની તપાસ કરી હતી જ્યાં દર્દીને પ્રસુતાનો અસહ્ય દુખાવો ઉપડતા અને બાળકનું માથું પણ દેખાવા લાગ્યું હતું. તેમજ લોહી પણ 6 ટકા જેટલું જાણવા મળતા EMT હાર્દિક ભાઈ પ્રજાપતિ, અને મહેશ ભાઈ ઠાકોર મળી પોતાની સુજબૂજ સાથે અમદાવાદ સ્થિત ડોક્ટરની સલાહ પ્રમાણે મહિલાની સુરક્ષિત ડિલીવરી કરાવી હતી. મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો. બાદમાં 108 ટીમે જરૂરી સારવાર કરી મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં પરિવાર 108 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: