Sunday, April 2, 2023

ધરમપુર તાલુકાના ઢાંકવળ ગામમાં પાકા ડામાર રોડ બન્યા જ નથી, 108ની સેવા મેળવવા પણ 2 કિમિ.દૂર જવુંં પડે | In Dhakwal village of Dharampur taluk, paved asphalt road has not been built, even to get the service of 108, one has to go 2 km away. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Dhakwal Village Of Dharampur Taluk, Paved Asphalt Road Has Not Been Built, Even To Get The Service Of 108, One Has To Go 2 Km Away.

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરીયાળ વિસ્તારનું ઢાંકવળ ગામમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ પાકા ડામાર રોડ બન્યા જ નથી. કાચા અને માટીન રસ્તાને લઈને બાઈક ઉપર જવું પણ આકરું લાગે તેવો રસ્તો ફળિયામાં છે. જેને લઈને બાઇક પણ જઇ શકતી નથી લોકોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ખરાબ માર્ગથી 108 ન પહોંચતા 2 વર્ષના બિમાર અને બેભાન અવસ્થામાં બાળકને ખભા ઉપર લઇ પિતા દોઢ કિમી ચાલ્યા ત્યારે 108 મળી અને બાળકની સારવાર થઈ આ છે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના ઢાંકવળ ગામના રસ્તાના અભાવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઢાંકવળના કુઈલીપાડા ફળીયાના અશોક શુક્કરભાઈ વૈજલના એક માત્ર સંતાન રિયાંક ઉ.વ 2ને રાત્રે તાવ આવ્યો હોવાની જાણ પત્નીએ સેલવાસ કંપનીમાં કામ કરતા પતિને કરતા સવારે નોકરીએથી બાઇક લઇ નીકળેલા પતિ અશોકે ઘર સુધી પહોચવાનો દોઢ કીમીનો માર્ગ અત્યંત બિસ્માર હોવાથી બાઇક મોહનાકાવચાળી ગામના ભવઠાણ ફળીયામાં મૂકી આશરે દોઢ કિમી ચાલી ઘરે પહોચ્યાં ત્યારે બાળકે મુઠ્ઠી બાંધી દેતા પરિવાર ચિંતિત થયો હતો. અશોકભાઈના ભાઈ અલ્કેશ વૈજલે 108ને જાણ કરતા કુઈલી પાડાથી ઢાંકવળ મુળગામ સુધી બાઇક પણ જઇ શકતી ન હોય જેને કારણે 108 એમ્બ્યુલન્સ ઢાંકવળ મૂળ ગામ રોકાઇ ગઇ હતી. આ વચ્ચે અશોકભાઈ પોતાના બાળકને હાથમાં ઉંચકી પત્ની, માતા તથા ભાભી સાથે ઘરેથી મોહના કાવચાળીના ભવઠાણ ફળીયા સુધી ચાલતા દોઢ કિમિ આવી ત્યાં મુકેલી બાઇક પર ઢાંકવળ આવી આવી અહીંથી 108માં હોસ્પિટલમાં દીકરાને સારવાર માટે દાખલ કર્યો હતો. બાળકના પિતાએ જણાવ્યું હતું.

ધરમપુર તાલુકાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારના ઢાંકવળ ગામના કુઈલી ફળીયા તથા મોહનાકાવચાળી ગામના ભવઠાણ ફળીયાને જોડતા રસ્તા વચ્ચેથી પસાર થતી ખનકી ઉપર કોઝવેની માગ ઉઠી છે.ધરમપુરના ઢાંકવળ મુળગામ ફળીયાથી કુઈલીપાડા થઈ ચોઢીપાડા ફળીયા તરફ જતા આશરે પાંચ કિમીના ધૂળિયા અને ઉબડખાબડ રસ્તાને લઈ પાકો માર્ગ બનાવવા વર્ષોથી પાકા રસ્તાની સુવિધાથી વંચિત સ્થાનિકોમાં માગ બળવત્તર બની છે. અગાઉ નરેગા યોજનામાં આશરે 2 કિમીના રસ્તાનું માટી કામ થયું હતું. જોકે ચોમાસામાં આ રસ્તાને લઈ ભારે તકલીફ ઉઠાવવી પડતી હોવાથી સ્થાનિકોમાં કોઝવે અને રસ્તાની માગ ઉઠી છે. રસ્તો અને કોઝવે બને તો મોહનાકાવચાળી ના ભવઠાણ ફળીયા અને કુઇલીપાડા ફળીયાને જોડતા રસ્તા ઉપર કોઝવે બનાવવાની સાથે રસ્તો બનાવવાથી મોહનાકાવચાળી, નાનીકોરવળ, માની, ચિચપાડા, બોરપાડા સહિતના ગામો અહીંથી ઢાંકવળ થઈ ધરમપુર જઈ શકે છે. કારણકે ચોમાસામાં નાંદગાવ- મોહનાકાવચાળી તથા મોહનાકાવચાળી- ચિચપાડા સહિતના કોઝવે ડૂબાણમાં જવાની સ્થિતિમાં આ રસ્તો ઉપયોગી બની શકે એમ છે.ત્યારે ઢાંકવળ મૂળગામથી ફુઈલીપાડા થઈ ચોઢીપાડા તથા ફુઇલીપાડા, ભવઠાણ ફળીયા રસ્તાનો સર્વે કરી કોઝવે તથા રસ્તો બનાવવામાં આવે એ જરૂરી બન્યું છે. તેમ તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે જણાવ્યું છે.

આઝાદી બાદથી અત્યાર સુધી અંતરિયાળ વિસ્તારના ઢાંકવળ અને મોહનાકાવચાળી બે ગામને જોડતા રસ્તા નથી જેને લઇ શાળામાં જતા વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને અવરજવરમાં ભારે તકલીફ પડે છે ત્યારે ગામ લોકો સાથે આદિવાસી નેતાઓ એ પણ રસ્તાની માંગ કરી છે અને જો આવનારા દિવસોમાં જો તાકાલિક અસર થી રસ્તો તેમજ કોઝવે ન મળેતો આંદોલન ની તૈયારી જાતાવી છે ત્યારે જોવું રહ્યું કે તંત્ર ક્યારે જાગે છે..

ધરમપુરના ધારાસભ્યએ તાકીદે આ ગામનો રસ્તો બનાવવા સરકારમાં લેખિત રાજુઆત કરી છે. આ ગામમાં રસ્તો અને બ્રિજ બનવાથી સ્થાનિક લોકોને 25 કિલોમીટરનો ચકરાવો થતા અટકાવવા એક બ્રિજ અને રસ્તો બનાવવા સરકારમાં લેખિત રજુઆત કરી છે. ભૂતકાળમાં મનરેગા યોજના હેઠળ વિસ્તારમાં રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ ભારે વરસાદને લઈને રસ્તો ધોવાઈ ગયો છે. જેથી ગામ અને આજુબાજુના વિસ્તારના લોકો માટે જીવાદોરી સમાન રસ્તો બાવી લોકોને 25 કીમોનો ચકરાવો ફરવાની હલાકીમાંથી રાહત અપાવવા માંગ કરી છે. તેમ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: