Monday, April 24, 2023

મેઘરજના મોટી પાંડુલી ગામે પાકા રસ્તાના અભાવે ગર્ભવતી મહિલાને ઝોળામાં ઉંચકી 108 એમ્બ્યુલન્સ સુધી લવાઈ | Due to lack of paved road in Big Panduli village of Meghraj, a pregnant woman was lifted in a bag and taken to 108 ambulance. | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા ગામડે ગામડે પાકા રસ્તા પહોંચ્યા હોવાની વાતો થઈ રહી છે. ત્યારે આજે પણ એવા ગામડાઓ છે જ્યાં પાયાની સુવિધા કહી શકાય એવી પાકા રસ્તાની સુવિધા પહોંચી નથી. એનું ઉદાહરણ મેઘરજ તાલુકામાં જોવા મળ્યું.

વાત છે, મેઘરજ તાલુકાના રાજસ્થાન સરહદે આવેલા મોટી પાંડુલી ગામની. આ ગામમાં છુટા છવાયા મકાનો છે. ગામમાં મુખ્ય રસ્તો આઝાદી વખતથી જ કાચો છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા તમામ ગામડાઓમાં પાકા રસ્તાની સુવિધા પહોંચી હોવાના જે દાવા થાય છે એ દાવા ક્યાંક મેઘરજ તાલુકામાં પોકળ સાબિત થતા હોય એવું લાગી રહ્યું છે.

મોટી પાંડુલી ગામમાં એક ગર્ભવતી મહિલાને એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો. જેથી સારવાર અર્થે 108 ઇમરજન્સીમાં કોલ કર્યો. 108 વાન આવી ખરી પણ બીમાર ગર્ભવતી મહિલાના ઘર સુધી પહોંચી ના શકી. કેમ કે આ મહિલાના ઘર સુધી પાકો રસ્તો ન હતો, પણ 108ના કર્મચારીએ માનવતા ના છોડી ભલે તંત્ર દ્વારા રોડ નથી બનાવવામાં આવ્યો પણ 108 હંમેશા દેવદૂત બનીને આવતી હોય છે. એ મુજબ 108 વાન ઉભી રહી ત્યાંથી લગભગ અઢી કિલોમીટર સુધી ચાલીને જોલા સ્ટ્રેચર લઈ બીમાર ગર્ભવતી મહિલાના ઘર સુધી પહોંચ્યા. ગર્ભવતી મહિલાને જોલા સ્ટ્રેચરમાં સુવડાવી 108 સુધી ચાલતા ઊંચકીને લઈ ગયા અને મેઘરજ જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાવી મહિલાનો જીવ બચાવ્યો. આમ ગ્રામ્ય વિસ્તારો આજે પણ પાકા રસ્તાથી વંચિત છે. ત્યારે 108ના કર્મચારીઓની મદદથી મહિલાને નવજીવન પ્રાપ્ત થયું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: