સુરેન્દ્રનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના શક્તિધામ ધામા મુકામે મા આદ્યશક્તિ ચૈત્ર વદ તેરસના દિવસે અંર્તધ્યાન થયા હતા. આથી આજના દિવસનું ખૂબ જ મહત્વ રહેલુ હોય છે. જેમાં ગુજરાતભરમાંથી તેમજ દૂર દૂર સુધી લોકો પગપાળા યાત્રા કરીને શક્તિધામ ધામા દર્શનાર્થે પહોંચે છે. અલગ રૂપ પ્રકારના લોકો ટેક પણ રાખીને જેમ કે, પગપાળા ચાલીને આવવુ, માતાજીનો ગરબો માથે લઈને આવવુ, આંખે પાટા બાંધીને આવવુ, ગળામાં નારિયેળનો હાર લગાવીને આવવુ તેમજ અલગ અલગ પ્રકારના વજન ઉપાડીને આવવુ આવી માતાજીની ટેક પણ શ્રદ્ધાપૂર્વક રાખતા હોય છે.

એક ક્ષત્રિય ઝાલા યુવાન દ્વારા જણાવવામાં આવ્યું કે, હું આંખે પાટા બાંધીને છેલ્લા 11 વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી પાટડી તાલુકાના ધામા ગામ સુધી 110 kmથી ચાલીને આવી રહ્યો છુ. મારી સાથે આવનારા ભાઈઓ દ્વારા મને ખૂબ જ મદદ કરવામા આવી છે. અને હું ત્રણ દિવસ બાદ માં શક્તિની સામે જ મારા આંખ ઉપર બાંધેલા પાટા છોડીને માતાજીને પ્રથમ નજરે તેમના દર્શન કરીશ. આવી ટેક પણ લોકો રાખતા હોય છે. આથી માં શક્તિનું અનેરૂ મહત્વ રહેલું હોય છે, ખૂબ જ લોકોને શ્રદ્ધા પણ હોય છે. આજના દિવસે લાખોની સંખ્યામાં લોકો માં શક્તિધામ ધામા મુકામે ઉમટ્યા હતા. અને માતાજીના દર્શન કરી પ્રસાદનો પણ લાભ લીધો હતો.


