- Gujarati News
- Local
- Gujarat
- Dwarka
- Grand Welcome Of Jyot Yatra With Giant 11 Feet Mace In Khambhalia; A Complex Joint Replacement Operation Was Performed In Civil
દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા
- કૉપી લિંક

યમુના મહારાણીજી લોટી ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો…
ખંભાળિયા દ્વારકા હાઈવે પર સામોર ગામના પાટિયા પાસે કુવાડીયા વાડી વિસ્તારમાં અહીંના સેવાભાવી ભાદરકા પરિવાર દ્વારા ગઈકાલે રવિવારે લોટી ઉત્સવના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્વ. હમીરભાઈ તથા સ્વ. ડાડુભાઈ કરણાભાઈ ભાદરકા પરિવાર દ્વારા યોજવામાં આવેલા આ ધર્મોત્સવમાં શનિવાર તારીખ 22મીના રોજ સાંજે સામૈયા તથા રાત્રે 9:30 વાગ્યે સામોરની પ્રખ્યાત કાનગોપી રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે સવારે રાસ મંડળી તેમજ લોટી ઉત્સવ બાદ મનોરથના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. મોટી ઉત્સવ, સહિતના ધાર્મિક કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા. આ સુંદર ધાર્મિક આયોજનો માટે સ્વ. રાધાબેન કરણાભાઈ ધાનાભાઈ ભાદરકા પરિવાર દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.

11 ફૂટની મહાકાય ગદા સાથેની જ્યોત યાત્રાનું ભવ્ય સ્વાગત
સાળંગપુરના સુવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતેથી પ્રસ્થાન થઈને સમગ્ર ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સનાતન ધર્મ પ્રત્યે વિશ્વની યુવા પેઢીને જાગૃત કરવા પરિભ્રમણ માટે હનુમાનજી મહારાજની 11 ફૂટની મહાકાય ગદા સાથે હિન્દુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રાનું ખંભાળિયામાં આગમન થયું હતું. અહીંના મિલન ચાર રસ્તા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ નગર ગેટ ખાતે નગરપાલિકા સદસ્યો અને કાનજી ચતુ ધર્મશાળા પાસે કન્યા શાળાની દીકરીઓ તેમજ આગેવાનોએ સ્વાગત સન્માન કર્યું હતું. આ પછી રોકડિયા હનુમાનજી મંદિર ખાતે યુવા ભાજપ અને જોધપુર ગેટ ખાતે શહેર ભાજપ દ્વારા પુષ્પ વર્ષા કરી, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંના રોકડિયા હનુમાનજી મંદિર ખાતે પૂજારી દ્વારા ગદાનું પૂજન કરી મહા આરતી કરવામાં આવી હતી.

સિવિલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટનું જટિલ ઓપરેશન કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડૉ. વિરલ કાલરીયા દ્વારા વધુ એક વખત મેજર ઓપરેશન હાથ ધરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટનું જટિલ ગણાતું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવતા ખર્ચાળ ઓપરેશન સરકારી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ધારકોને વિના મૂલ્યે કરી આપવામાં આવે છે. દર્દી પ્રકાશભાઈ ખરા નામના એક દર્દીને આ ઓપરેશનની જરૂરિયાત જણાતા ઓર્થોપેડિક સર્જન ડૉ. વિરલ કાલરીયા અને એનેસ્થેટિક ડૉ. કેતન જોશી, તેમજ અબ્દુલ સૈયદ તથા તેમની ટીમ સાથે ઓપરેશન થિયેટરના સ્ટાફ દ્વારા આ જટીલ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. અગાઉ મોરબીની સિવિલ હોસ્પિટલ તેમજ અમદાવાદની સોલા હોસ્પિટલ ખાતે ફરજ બજાવી ચૂકેલા ડૉ. વિરલ કાલરીયા અહીંની સરકારી હોસ્પિટલમાં પાંચ માસથી ફરજ બજાવવી રહ્યા છે.

દર્દી પ્રકાશભાઈ ખરા