પોરબંદરની મહાત્મા ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના 1100 વિદ્યાર્થીઓનું ભાવિ 5 શિક્ષકના શિરે; DPEO કચેરી પર પોરબંદર NSUIએ આવેદન ચોંટાડ્યું | Fate of 1100 students of Mahatma Gandhi English Medium School, Porbandar 5 teachers head; Porbandar NSUI pasted the application at the DPEO office | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Fate Of 1100 Students Of Mahatma Gandhi English Medium School, Porbandar 5 Teachers Head; Porbandar NSUI Pasted The Application At The DPEO Office

પોરબંદરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ નિયામક દ્વારા પ્રવાસી શિક્ષકોને લઇને પરિપત્ર જાહેર કરાયો છે. જે પ્રવાસી શિક્ષકોને 30 એપ્રિલના રોજ જે તે શાળામાંથી મુક્ત કરવાના હતા. તેમને એક મહિનામાં મુક્ત કરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ બાબતને જોતા પોરબંદર જિલ્લામાં એકમાત્ર સરકારી મહાત્મા ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. જેમા એક સાથે 27 પ્રવાસી શિક્ષકોને મુક્ત કરાતા આ સ્કૂલના બાળકો 5 શિક્ષકોના ભરોસે છે. આ એક માત્ર પોરબંદર જિલ્લાની સ્કૂલ છે. જેમા શહેરના ઘણા લોકો અભ્યાસ કરી ચૂક્યા છે. હજુ પણ શહેરના સારા પરિવારના 1100 જેટલા વિધાર્થીઓ/બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ એવી શાળા છે જે શહેરના આજૂબાજૂ વિસ્તારના ગરીબ, મધ્યમવર્ગના પરિવારના બાળકો નોમિનલ ફીમાં સારો અભ્યાસ મેળવી રહ્યા છે.

આજે આ સ્કુલ માત્ર 5 શિક્ષકોના શિરે ચાલે છે, તેમાં પણ એક શિક્ષક પ્રિન્સીપાલ ચાર્જ પર છે. તે 4 શિક્ષકોના શિરે 1100 વિધાર્થીઓનો અભ્યાસ છે. પોરબંદર જિલ્લા NSUIને વાલીઓ દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇને ગુજરાત NSUIના મહામંત્રી કિશન રાઠોડ દ્વારા નિયામક એમ.આઈ જોષી સાથે ટેલિફોનિક વાતચીત કરી જણાવ્યું હતું કે, આપે જે પરિપત્ર ગુજરાતભરમાં કર્યો છે. તો કોઇ સમજી વિચારીને નિર્ણય કર્યો હશે, પરંતુ પોરબંદરની વાત કરીએ તો મહાત્મા ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 1100 વિધાર્થીઓના ભાવિનું શુ? પ્રવાસી શિક્ષકોને મુક્ત કરતા આજે આ શાળા 5 શિક્ષકો પર નભે છે.

આ બાબતે પોરબંદર જિલ્લા NSUI પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી રજૂઆત માટે પહોંચ્યું હતું. જે સમયે શિક્ષણ અધિકારી કે કોઇ જવાબદાર વ્યક્તિ હાજર ના હોવાથી DPEO ઓફિસની બહાર આવેદન પત્ર લગાવી દેવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં શિક્ષકોને લઇને કોઇ યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે નહીં તો વાલીઓ અને વિધાર્થીઓને સાથે રાખી ગાંધી ચિધ્યા માર્ગે પોરબંદર NSUIને આંદોલન કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post