નવસારી જિલ્લામાં ભાજપ દ્વારા મેગા આયોજન, 1147 બુથ તેમજ 160 શક્તિ કેન્દ્ર પર કાર્યકરો કાર્યક્રમ નિહાળશે | Mega planning by BJP in Navsari district, 1147 booths and 160 Shakti Kendra workers will observe the program | Times Of Ahmedabad

નવસારી19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ગઈકાલે “મન કી બાત” નો 100 મો એપિસોડ પ્રસારિત થશે. જેના માટે નવસારી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મેગા આયોજન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દરમિયાન નવસારી જિલ્લાના ખેડૂતો શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે વાત કરીને તેમના પ્રશ્નો અને તેમની પાસેના આઈડિયા મેળવી દેશના વિકાસ માટે કાર્ય વિથ કર્યાના અનેક દાખલાઓ છે. નવસારી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે વાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને માર્ગદર્શન પણ આપ્યું છે.

નવસારી જિલ્લાના ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં અલગ અલગ સ્થળો પર મન કી બાત કાર્યક્રમ નિહાળશે, જેની માહિતી આપવા માટે નવસારી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

પત્રકાર પરિષદમાં વિગત આપતા જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહે જણાવ્યું કે “મન કી બાત” કાર્યક્રમ દેશના કરોડો લોકો માટે ઉપયોગી સાબિત થયો છે. દેશના છેવાડાના માનવીની નવી શોધો – નવી હુન્નર હોય , સ્વચ્છતા અભિયાન,પર્યાવરણ જેવા વિષયમાં કામ કરતો હોય તો તેને આ કાર્યક્રમ પ્લેટફોર્મ પૂરું પાડે છે, પછી તે વિદ્યાર્થીઓની પરીક્ષા માટે હોય, કોરોના કાળમાં અનેક લોકોએ કામ કર્યું હોય તેના પરિવારજનો માટે આ કાર્યક્રમ પ્રેરણા બન્યો છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ દરેક ક્ષેત્રે ને આવરી લઈ નાનામાં નાની વ્યક્તિ હોય કે દેશની સુરક્ષા, વિકાસ, ઉત્પાદન માટે તથા જે લોકો તમામ ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે તેમના માટે પ્રશંસા કરે છે તેમને પ્રોત્સાહન પણ મળે છે.

વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2014 થી લઈને 2023 સુધી સળંગ એક પણ રજા વગર “મન કી બાત” કરી છે તેમના આ કાર્યક્રમમાં ભારતની સંસ્કૃતિની જાળવણી, ઐતિહાસિક સ્થાપત્યોનું જતન, દેશને ગૌરવ અપાવનાર વશિષ્ઠ વ્યક્તિઓનું પ્રતિભાને વડાપ્રધાને ઉજાગર કરી છે .નવસારી જિલ્લા માં વિવિધ બુથો ઉપરાંત, ખેડૂતો માછીમારો , ડોક્ટરો, ઉદ્યોગપતિ, વેપારી, વકીલ, મહિલા મંડળ, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ પણ આ કાર્યક્રમ નું આયોજન કરેલ છે.

જિલ્લામાં 1147 બુથ તેમજ 160 શક્તિ કેન્દ્ર ઉપર કાર્યક્રમ યોજાશે. જેમાં જિલ્લાના તમામ ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા પદાધિકારીને પણ કાર્યક્રમની જવાબદારી આપવામાં આવી છે. આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શીતલબેન સોની જિલ્લા ભાજપના પ્રભારી રણજીતભાઈ ચીમના જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ દક્ષિણઝોન મીડિયા કન્વીનર રાજેશભાઈ દેસાઈ મહામંત્રી અશ્વિનભાઈ પટેલ અને જીગ્નેશભાઈ નાયક હાજર રહ્યા હતા

Previous Post Next Post