અમરેલી35 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમરેલી જિલ્લામા સિંહો દીપડા સહિત વન્યપ્રાણી સંખ્યા વધી રહી છે. ત્યારે હવે શહેરી વિસ્તારમાં એન્ટ્રી થતા વનવિભાગમાં દોડધામ મચી છે. મોડી રાતે રાજુલા શહેરના ભેરાઇ રોડ ઉપર રેજન્સી હોટલ સામે રોડ કાંઠે દીપડો આવતા ખેત મજૂર પરિવારની 12 વર્ષની બાળકી કિરણ પર હુમલો કર્યો હતો. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
રાજુલા રેન્જના આર.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડને બનાવની જાણ થતા તાત્કાલિક ટીમ સાથે હોસ્પિટલમાં પહોંચ્યા અને ત્યારબાદ બનાવ સ્થળે દોડયા અને દીપડો ક્યાં ગયો તેની શોધખોળ હાથ ધરી છે.દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે બનાવને લઈ ભેરાઇ રોડ ઉપર દહેશતનો માહોલ ઉભો થયો છે હાલ દીપડાને લોકેશન લેવા માટેની કવાયત હાથ ધરી છે.
રાજુલા રેન્જના આર.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડ એ કહ્યું હાલ બનાવ સ્થળે પહોંચ્યા અને દીપડાની શોધખોળ શરૂ કરી છે.