અમરેલી23 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમરેલી જિલ્લામાં દીપડા સિંહો સહિત વન્યપ્રાણીઓની સંખ્યા ગીર કરતા રેવન્યુ વિસ્તારમાં વધતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 1 દિવસ પહેલા રાજુલા શહેરના ભેરાઇ રોડ ઉપર રોડ કાંઠે ખેતર આવેલું છે આ ખેત મજૂર પરિવાર ખેતી કરી રહ્યા હતા. આ વચ્ચે મોડી રાતે દીપડા દ્વારા અહીં 12 વર્ષની બાળકી ઉપર હુમલો કરતા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા દાખવી વન વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા હતા. આશરે 4 જેટલા પાંજરા 24 કલાક દરમ્યાન દ્વારા ગોઠવ્યા અને દીપડાને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી દીપડાનું લોકેશન મેળવવા માટે સ્કેનિંગ વન વિભાગ દ્વારા શરૂ કર્યું હતું.
મોડી રાતે વનવિભાગની મોટી સફળતા મળી
રાજુલા રેન્જના આર.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડની ટીમને મોટી સફળતા મળી અહીં વનકર્મીઓ અલગ અલગ વિસ્તારમાં પાંજરા આસપાસ લપાય વનકર્મીઓ દીપડા ઉપર સીધી નજર રાખવામાં આવી હતી અને મોડી રાતે પાંજરે પુરાય જતા હાલ દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.