વાંકાનેરના કાસિયાગાળામાં ખેતરમાંથી 12 કિલો 900 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે લીધો, કુલ રૂ. 1.31 લાખનો મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો | 12 kg 900 grams of ganja seized from a farm in Kasiyatapam, Wankaner, worth Rs. One accused was caught with 1.31 lakh worth of money | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • 12 Kg 900 Grams Of Ganja Seized From A Farm In Kasiyatapam, Wankaner, Worth Rs. One Accused Was Caught With 1.31 Lakh Worth Of Money

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક

વાંકાનેર તાલુકાના કાસીયાગાળા ગામની સીમમાં ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોય જ્યાં રેડ કરી એસઓજી ટીમે 12 કિલો 900 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પોલીસે ઝડપી લઈને ગાંજાનો જથ્થો અને મોબાઈલ સહીત 1.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાસીયાગાળા ગામે રહેતો રમેશ ઉર્ફે હકો જગાભાઇ ધરજીયા નામનો ઇસમ પોતાની કબ્જા હેઠળની મોરથરાના રસ્તે નદીના કાંઠે આવેલા વાડીમાં ગેરકાયદેસર વનસ્પતિજન્ય ગાંજાના છોડનું વાવેતર કરેલ છે તેવી બાતમી મળતા ટીમે સ્થળ પર દરોડો કર્યો હતો. જેમાં સ્થળ પરથી ગાંજાના છોડ નંગ 17 વજન 12 કિલો 900 ગ્રામ કીંમત રૂ.1,29,000 અને મોબાઈલ ફોન 1 કીમત રૂ. 2000 મળીને કુલ રૂ. 1,31,000 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી રમેશ ઉર્ફે હકો જગાભાઇ ધરજીયાને ઝડપી લીધો હતો અને આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ મુજબ કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ ચલાવી છે.

આ કામગીરીમાં એસઓજી પીઆઈ એમ પી પંડ્યા, પીએસઆઈ એમ એસ અંસારી, રણજીત બાવડા, રસિકર કડીવાર, સબળસિંહ સોલંકી, મુકેશ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, સતીષ ગરચર, ભાવેશ મિયાત્રા, આશીફ રાઉમાં, કમલેશ ખાંભલીયા, સામંત સંધાર, અંકુર ચાંચુ, અશ્વિન લોખીલ સહિતની ટીમ જોડાયેલા હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post