ધોરણ 12ની પરીક્ષા પૂર્ણ કરી યુવક સાયકલ લઈને નીકળી પડ્યો, પાંચ દિવસમાં રાજસ્થાન પહોંચ્યો | After completing the class 12 exam, the young man left with a bicycle, reached Rajasthan in five days | Times Of Ahmedabad

સુરત24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરતનો યુવક સાયકલ પર કેદારનાથ બાબાની યાત્રા એ નીકળ્યો

સુરત થી કેદારનાથની અંદાજે 1500 કિલોમીટર લાંબી સાયકલ યાત્રા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ શરૂ કરી છે. સોમવારે સુરતથી સવારે 11:00 વાગે શરૂઆત કર્યા બાદ પાંચ દિવસના અંતરાલે યુવક રાજસ્થાન પહોંચ્યો છે. 16 થી 17 દિવસમાં યુવક કેદારનાથ પહોંચે એ પ્રકારે લક્ષ્યાંક સેવી આગળ વધી રહ્યો છે.

સાયકલ પર ભોલેનાથની યાત્રા

ભોલેનાથના ચારધામની યાત્રામાં કેદારનાથની યાત્રા માટે અનેક ભક્તો દાદાના દર્શન માટે જતા હોય છે. ભક્તો બસ કાર કે હેલિકોપ્ટરના મારફત હતી દાદાના દર્શન સુધી પહોંચવાના પ્રયાસ કરતા હોય છે પરંતુ સુરતનો 17 વર્ષીય યુવક અજીબ સંકલ્પ સાથે બાબા કેદારનાથના દર્શન માટે નીકળી પડ્યો છે.સુરતના ભેસ્તાન ખાતે આવેલ શાંતિવન રેસીડેન્સીમાં રહેતો 17 વર્ષીય રોહિત જાહ નામનો યુવક અજીબ સંકલ્પ લઈને સાયકલ પર કેદારનાથની યાત્રાએ નીકળ્યો છે. યુવક સુરત થી ઉતરાખંડ ખાતે આવેલ કેદારનાથ દાદા ના દર્શન માટે સાયકલ પર નીકળી પડ્યો છે. જય ભોલેનાથ ના નાદ સાથે અને જયકારા સાથે રોહિત ગત સોમવારે સવારે 11:00 વાગે સુરત થી સાયકલ લઈને યાત્રા શરૂ કરી હતી જ્યારે પાંચ દિવસને અંતરાલે આજે તે રાજસ્થાન પહોંચી ગયો છે.

1500કિમી યાત્રા સાયકલ પર શરૂ કરી

સુરત થી કેદારનાથ સુધી 1500 થી 1600 કિલોમીટર થી વધુનું અંતર રોહિત સાઇકલ પર કાપીને બાબાના મંદિરે પહોંચશે. રોહિત દ્વારા રોજ અંદાજે 100 કિલોમીટર જેટલું અંતર કાપવામાં આવશે.જે અંદાજે તે આવનાર 15થી 16 દિવસમાં કેદારનાથ ભોલે બાબાના મંદિરે પહોંચી જશે. અને કેદારનાથના કપાસ ફુલતાની સાથે જ પહેલા દર્શન કરવાનું રોહિત એ નક્કી કર્યું છે.

ધોરણ 12 ની પરીક્ષા પૂર્ણ કરી બાબાની યાત્રા નીકળ્યો

સુરતના ભેસ્તાન ખાતે રહેતો ૧૭ વર્ષીય યુવક રોહિત જે આજે સાઇકલ પર કેદારનાથ સુધી એકલો યાત્રાએ નીકળ્યો છે તેણે હાલ ધોરણ 12 કોમર્સ ની બોર્ડની એક્ઝામ આપી છે. બોર્ડની એક્ઝામ પૂર્ણ થયા બાદ તેણે સાયકલ પર સુરત થી કેદારનાથ સુધી જવાનું નક્કી કર્યું હતું. નાની ઉંમરમાં સાયકલ પર કોઈના પણ સહારા વગર સુરત થી કેદારનાથની યાત્રા કરવાનું અજીબ સાહસ રોહિતે કર્યું છે.

મૂળ બિહારનો રોહિત જાહે જણાવ્યું હતું કે હું ગત સોમવારે સવારે 11 વાગ્યે કેદારનાથ જવા નીકળ્યો હતો. આજે પાંચમાં દિવસે રાજસ્થાન પહોંચી ગયો છું. ઘણા સમયથી મને કેદારનાથ જવાની ઈચ્છા હતી. પહેલા સાયકલથી જવાની ઈચ્છા ન હતી પછી નિર્ણય કર્યો કે સાયકલથી કેદારનાથ જઈશ.

સાયકલ પર યાત્રા કરતા પહેલા ઘણી પ્રેક્ટિસ કરી

રોહિતે વધુમાં જણાવ્યું હતું કે સાયકલ પર કેદારનાથ સુધી જવા પહેલા મેં ઘણી પ્રેક્ટિસ કરી હતી.લાંબુ અંતર કાપવા માટે સાયકલ ચલાવવાની પ્રેક્ટિસ કરતો હતો. રોજ 50 થી 60 કિલોમીટર સાયકલ ચલાવવાની પ્રક્ટિસ કરી હતી. દોઢ વર્ષ સુધી પ્રેક્ટિસ કરી હતી. અત્યારે કેદારનાથ જતા પહેલા મેં આના પહેલા સુરત થી મુંબઈ પણ સાયકલ પર સફર કરી હતી.ત્યારે મે તાજેતરમાં જ મારી ધોરણ 12ની પરિક્ષા પણ પૂર્ણ થઈ છે. જેથી હવે મે નક્કી કરેલા મારા નિર્ણય મુજબ કેદારનાથ જવા હું નીકળ્યો છું.

16થી 17 દિવસમાં કેદારનાથ પહોંચવાનો લક્ષ્યાંક

પહેલા 9 એપ્રિલના રોજ કેદારનાથ જવાનો વિચાર હતો. જોકે, પરિવાર અને મિત્રો દ્વારા 10 એપ્રિલને સોમવારે ભોલે બાબાના શુભ દિવસે નીકળવાનું કહેતા 10 એપ્રિલે સાયકલ લઈને કેદારનાથ જવા નીકળ્યો હતો. 16થી 17 દિવસમાં કેદારનાથ પહોંચવાનો લક્ષ્યાંક છે. રોજ 100 કિમી સાયકલ ચલાવવાનો ટાર્ગેટ છે. બાબાના દ્વારે પહોંચ્યા બાદ કપાટ ખૂલતાના પહેલા જ દર્શન કરવાની ઈચ્છા પણ છે. હાલ તો રાજસ્થાન સુધી પહોંચ્યો છું જોઈએ કેટલા સમયની અંદર પહોંચી શકું છું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم