Wednesday, April 5, 2023

રાજકોટમાં ધો.12નું પેપર આપ્યા બાદ લોધિકાની સગીરા લાપતા, પાડોશીના સાળાએ પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયાની FIR | In Rajkot, Lodhika's minor girl goes missing after giving her class 12 paper, neighbor's brother-in-law lured her away in love trap, FIR | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Lodhika’s Minor Girl Goes Missing After Giving Her Class 12 Paper, Neighbor’s Brother in law Lured Her Away In Love Trap, FIR

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

ધોરણ 12નું પેપર આપી ઘરે આવ્યા બાદ લોધિકાની સગીરાનું અપહરણ થઈ ગયાની ફરિયાદ લોધિકા પોલીસ મથકે નોંધાઇ છે. આરોપી તરીકે મેટોડાના રાહુલ કેશરીનું નામ અપાયું છે. 17 વર્ષીય સગીરા રાજકોટ ધોળકીયા સ્કૂલમાં પરીક્ષા આપવા તા.24ના રોજ આવેલ હતી, જે પછી ઘરે પરત ફરેલી અને બાદમાં ગુમ થઈ જતા પરિવારે શોધખોળ કરી હતી પણ મળી ન આવતા અંતે ગુનો નોંધાવ્યો છે.

6 વાગ્યે ઘરે પરત આવી હતી
આ અંગે સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ પોતાના પિયરમાં 17 વર્ષની દિકરી સાથે છેલ્લા આઠેક વર્ષથી રહે છે. પતિ સાથે છુટાછેડા થઈ હતા. દીકરી ધોરણ 12 માં અભ્યાસ કરતી હોવાથી ગત તા.24/03/2023 ના રોજ પરીક્ષા આપવા માટે રાજકોટની ધોળકીયા સ્કુલમાં ગઈ હતી અને પરીક્ષા આપી સાંજના આશરે 6 વાગ્યે ઘરે પરત આવતી રહી હતી.

રાહુલ દીકરીને ભગાડી ગયો
માતા કામમાં હોવાથી તેનું ધ્યાન ન રહ્યું કે, દિકરી ઘરના ડેલી પાસે આવી ઉભી રહી અને કંઈ પણ કહ્યા વગર જતી રહી. જ્યારે ખ્યાલ આવ્યો કે દીકરી ઘરમાં આવી નહોતી અને ડેલી પાસેથી જ જતી રહી હતી. તેથી પાડોશીઓમાં તપાસ કરી હતી પણ માતાને ન મળતા સગા સંબંધીમાં તપાસ કરતા ક્યાંય મળી આવેલ નહી. વધુ તપાસ કરતા જાણવા મળેલ કે, તેણી બાજુમાં રહેતા પ્રદિપભાઈના ઘરે તેનો સાળો રાહુલ કેશરી આવતો હોય તે રાહુલ કેશરી દીકરીને ભગાડીને લઇ ગયેલ હોવાનું જાણવા મળેલ હતુ.

સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી
જેથી રાહુલ કેશરી બાબતે તપાસ કરતા તે પણ મળી આવેલ નહીં જેથી આ રાહુલ કેશરી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે ભગાડી ગયાની શંકાએ આજ દિન સુધી તપાસ કરી પણ બન્નેમાંથી કોઈ ન મળી આવતા સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે. લોધિકા પોલીસના પીએસઆઈ ચૌહાણ સહિતની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.