પહેલાં નરાધમે 4 વાર દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવી, બાળકીને જન્મ આપી માતા સાથે મળી સગીરાએ પોતાની જ દીકરીને જમીનમાં દાટી દીધી | Earlier Naradham raped Saghira 4 times and made Saghira pregnant, gave birth to a baby girl and reunited with her mother Saghira buried her own daughter in the ground. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Earlier Naradham Raped Saghira 4 Times And Made Saghira Pregnant, Gave Birth To A Baby Girl And Reunited With Her Mother Saghira Buried Her Own Daughter In The Ground.

સુરેન્દ્રનગર21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના એક ગામની સગીરા અને તેની માતાએ એક નવજાત બાળકીને જમીનમાં દાટી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. શોકિંગ બાબત એ છે કે, આ નવજાત બાળક સગીરાનું જ હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, સગીરા મજૂરી કામ અર્થે સાણંદના સનાથલ વિસ્તારમાં આવી હતી જ્યાં તેની પર એક શખ્સે અવારનવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી. સગીરાની માતાએ સાણંદમાં એ નરાધમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા કેસમાં એકપછી એક અનેક ખુલાસા થયા હતા. તો આવો જાણીએ સાણંદ અને સુરેન્દ્રનગરમાં ઘટેલી આ બે ઘટના શું હતી? અને કેવી રીતે સાણંદ dyspની એક શંકાથી મા-દીકરીનું ક્રુત્ય સામે આવ્યું…

વાત શરૂ થઈ ચારથી પાંચ વખત શરીર સબંધ બાંધવાથી…
આ સમગ્ર ઘટનાની શરૂઆત સાંણદથી થાય છે કે જ્યાં આ સગીરા મજૂરી કામ અર્થે આવી હતી. ત્યારે ઈમરાન નામના એક શખ્સ સાથે આ સગીરાનો પરીચય થયો હતો. ઈમરાન ઈકો ગાડીમાં છેલ્લા એક વર્ષથી સગીરા સહિત અન્ય મજૂરોને ભરીને અલગ-અલગ જગ્યાએ મજૂરી કામ અર્થે લઈ જતો હતો. ત્યારે સગીરાને ઈમરાન સનાથલ ગામની સીમમાં આવેલા અરાવલ્લી રત્નાકર બંગ્લાઓમાં સાફ સફાઇ કરવા માટે લઇ જતો હતો. આ દરમિયાન સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે ચારથી પાંચ વખત શરીર સબંધ બાંધ્યો હતો.

સગીરાને પાંચ દવાઓની ટીકડીઓ ખવડાવી
17 વર્ષની સગીરા સાથે ઈમરાને અનેક વખત શરીર સબંધ બાંધતા સગીરાને મહિના રહી ગયા હતા. જેની ઇમરાનને જાણ થતાં તેણે આ વાત કોઇને કહેતી નહીં, નહીંતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી સગીરાએ કોઇને આ વાત કહીં નહોંતી. આ ઉપરાંત અઠવાડિયા પહેલા સગીરા મજૂરી કામે ગઇ ત્યારે નરાધમ ઇમરાને આ સગીરાને પાંચ દવાઓની ટીકડીઓ આપી અને કહ્યું હતું કે, આ ગોળીઓ ખાવાથી પેટમાં દુખાવો થશે નહીં. જોકે, સગીરાએ ટીકડીઓ ખાતા તેના પેટમાં દુખાવો થવાની સાથે લોહી નિકળવાની સાથે બગાડ નીકળતા આ અંગે સગીરાએ અંતે પરિવારજનોને જાણ કરી હતી. જેથી એની માતા સહિતના પરિવારજનોએ ચાંગોદર પોલીસ મથકે કાયલાગામના ઇમરામ અમીરભાઇ નઇ વિરુદ્ધ ફરીયાદ નોંધવી હતી. આ કેસની તપાસ ચલાવવામાં આવી હતી.

કુમારખાણ આરોગ્ય કેન્દ્ર ખાતે બાળકીને જન્મ આપ્યો
આ ઘટનાની તપાસ દરમિયાન સાણંદના dyspને શંકા જતા તેઓએ લીંબડીના dysp સાથે સંપર્ક કરીને તેઓને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેથી આ મામલે લીંબડી પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, 17 વર્ષની સગીરાએ કુમારખાણ આરોગ્ય કેન્દ્ર ખાતે બાળકીને જન્મ આપ્યો હતો. જે બાદ ઘરે પહોંચતા મોડીરાત્રે આ નવજાત બાળકીને સગીરા અને તેની માતાએ ગામની સીમમાં મંદિર નજીક દફનાવી હતી.

બાળકીને જીવિત દફનાવી કે મૃત હાલતમાં?
આ સમગ્ર મામલાને લઈ તપાસ કરનારા અધિકારીએ ગામમાં જઇ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની રૂબરૂમાં જે જગ્યાએ ખાડામાં દફનવિધિ કરી હતી. એ ખાડામાંથી બાળકીનું શબ મળી આવતા એને રાજકોટ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યું છે. જોકે, આ નવજાત બાળકીને જીવિત દફનાવી છે કે મૃત હાલતમાં દફનાવી તે પીએમ રિપોર્ટ આવ્યાં બાદ જ માલૂમ પડશે. હાલ પોલીસે સગીરા અને તેની માતા વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.

લીબંડી ડીવાયએસપી સી.પી.મુંધવા.

લીબંડી ડીવાયએસપી સી.પી.મુંધવા.

લીબંડી DySpએ શું કહ્યું?
આ અંગે લીબંડી ડીવાયએસપી સી.પી.મુંધવાએ જણાવ્યું કે, ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે પોસ્કો અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જેની તપાસ સાણંદ ડીવાયએસપી ચલાવી રહ્યાં હતા. ભોગ બનનારી સગીરાએ 24/3/23ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કુમારખાણ એક નવજાત બાળકીને જન્મ આપ્યો હતો એને પોતાના ગામ લાવ્યાં બાદ રાત્રી દરમિયાન આ નવજાત બાળકીને રાત્રીના ત્રણ વાગ્યાના સુમારે મંદિરની પાળે ખાડો ખોદી દફનવિધિ કરી હતી. જે તપાસ કરનારા અધિકારીની સામે આવતા બાળકીનો જન્મ છુપાવવા બાળકીનો મૃતદેહ બિનકાયદેસર રીતે દફનવિધિ કરાવેલી હોઇ ગામે જઇ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની રૂબરૂમાં જે જગ્યાએ ખાડામાં દફનવિધિ કરી હતી. એ ખાડામાંથી બાળકીનું શબ મળી આવતા તેને રાજકોટ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી અને તેઓના ડીએનએ સેમ્પલિંગ મેળવીને આ બાળકીને જન્મ આપનારી માતા અને એની માતા સામે ફરીયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post