ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ; સંકલન સમિતિ ભાગ-1,2ની પણ બેઠક યોજાઇ | A Road Safety Committee meeting was held under the chairmanship of Bhavin Pandya; Coordination committee part-1,2 meeting was also held | Times Of Ahmedabad

મહિસાગર (લુણાવાડા)22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં GSRTC ડ્રાઈવરને રોડ સેફ્ટીની તાલીમ આપવી, જિલ્લામાં આવેલ સ્કુલ કોલેઝમાં ડ્રાઇવરોને રોડસેફ્ટી અંગેની તાલીમ આપવી, મહિસાગર જિલ્લાના અંતરીયાળ વિસ્તારો માટે જરૂરીયાત મુજબ નવા રૂટ તથા ચાલુ રૂટોમાં બસોની સંખ્યામાં વધારો કરવા, લુણાવાડા શહેરમાં આવેલ ગેરકાયદેસર ડીવાઇડરના કટને દુર કરવા, જિલ્લાના મુખ્ય માર્ગો પર તથા ગામડાના માર્ગો પર મહિસાગર જિલ્લાની જિલ્લા ટ્રાફીક શાખા RTO EXCESS PASSANGER ચેકીંગ હાથ ધરવાની વગેરે બાબતની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા આર.પી.બારોટ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, કાર્યપાલક ઈજનેર માર્ગ-મકાન, ચીફ ઓફીસર, સહિત સંબધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

મહિસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ 1 અને 2ની બેઠક જિલ્લા કલેક્ટર ભાવીન પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન કલેક્ટરની કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું. જેને કલેક્ટરએ નિહાળ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજુ કરવામાં આવી હતી. આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ તેઓએ બાકી કામોના લક્ષ્યાંકો ઝડપી અને સમયસર પૂર્ણ કરી પત્રકો નિયમિત મોકલી તેની ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું. વધુમાં અરજદારની પડતર અરજીઓ, નાગરીક અધિકારપત્રની અરજીના નિકાલ, કચેરીની તપાસણી, બાકી સરકારી લેણાંની વસૂલાતની ઝુંબેશ, સરકારી કર્મચારીના બાકી પેન્શન કેશ વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી સંબધિતોને જરૂરી સુચનો કર્યા હતા.

જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં લુણાવાડા અને બાલાશિનોર ધારાસભ્ય તરફથી રજૂ થયેલાં પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. જિલ્લા પોલીસ વડા આર.પી. બારોટ, અધિક નિવાસી કલેક્ટર સી વી લટા, ડીઆરડીએ ડાયરેક્ટર, પ્રાંત અધિકારીઓ તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post