અમદાવાદ5 કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી મોટા પ્રોજેક્ટ એવા ખારીકટ કેનાલના રૂ.1200 કરોડના પ્રોજેક્ટમાં ભવિષ્યમાં જો કોઈ ગુણવત્તાથી લઈ અને અન્ય પ્રશ્ન ઊભા થાય તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને છાવરવાના કોર્પોરેશનના ઇજનેર વિભાગની પોલ ઝડપાઇ છે. ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ મોનિટરિંગથી લઈ ક્વોલિટી કંટ્રોલ અને સુપરવિઝન માટે સિંગલ બિડર કંપનીની ટેન્ડરમાં ફક્ત રીટેન્શનમની માટેની શરત રાખવામાં આવી છે. પરંતુ થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન માટે જવાબદારી નક્કી કરી શકાય તે માટેની પેનલ્ટી ક્લોઝ- શરત રાખવામાં આવી ન હતી એટલે કે જો કોઈ ખામી જણાય તો પેનલ્ટી કેટલી કરવી તે અંગેની કોઈ સ્પષ્ટતા કરાઈ નહોતી જેથી આજે મળેલી વોટર કમિટીમાં કન્સલ્ટન્ટ નિમવાની દરખાસ્તને બાકી રાખવામાં આવી છે.
રૂ. 1200 કરોડના પ્રોજેક્ટમાં જો ગુણવત્તા ના બાંધકામ થી લઈ અને મોનિટરિંગમાં કોઈ ભૂલ થાય તો થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરનારની કોઈ જવાબદારી નક્કી નહીં કરીને PMCને જવાબદારીમાંથી છટકવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો હોવાનું સ્પષ્ટ થાય છે. આ પ્રકારે કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીઓએ થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન – PMC કંપની ટીટીઆઈ કન્સલ્ટીંગ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડને પહેલાંથી જ બચાવવા અને છાવરવા માટેના ઈરાદા સાથેના પ્રયાસો કર્યા છે.
વોટર સપ્લાય કમિટી ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, રૂ. 1200 કરોડના ખારીકટ કેનાલ પ્રોજેક્ટ માટેના પાંચ તબક્કામાં હાથ ધરાનાર પ્રોજેક્ટ માટે 31 એન્જિનીયર રાખવામાં આવશે. થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન સોંપવાની દરખાસ્ત મુકાઈ હતી. જેને બાકી રાખવામાં આવી છે. થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનની કામગીરી કરનાર પાર્ટી એટલેકે PMCને પેનલ્ટી કરવા સહિતના પગલાં લેવા માટે ટેન્ડરમાં પેનલ્ટી ક્લોઝ- શરત કેમ રાખવામાં આવી નથી ? તેવો પ્રશ્ન કરવામાં આવતાં AMC એન્જિનીયરિંગ વિભાગના અધિકારીઓ કોઈ જવાબ આપી શક્યા નહોતા.