જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળે તેવા હેતુથી કલેક્ટર ખેડૂતના ખેતરે પહોંચ્યા ,12,000 થી વધુ ખેડૂતો જોડાયેલા છે પ્રાકૃતિક ખેતી સાથે | In order to boost organic farming in Junagadh district, the collector visited the farmer's farm, more than 12,000 farmers are involved in organic farming. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In Order To Boost Organic Farming In Junagadh District, The Collector Visited The Farmer’s Farm, More Than 12,000 Farmers Are Involved In Organic Farming.

જુનાગઢ3 કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રાકૃતિક ખેતી” એટલે સંપૂર્ણ કુદરતી, પ્રકૃતિમય શુદ્ધ અને સાત્વિક, અથવા ઓર્ગેનિક ખેતી એટલે સંપૂર્ણ કુદરતી કોઈપણ કેમિકલ કે રસાયણ નો ઉપયોગ કર્યા વગર પોતાની પાસે જે કુદરતી વસ્તુઓ છે તેનો ઉપયોગ કરી કરવામાં આવતી ખેતી. જેને “ગાય આધારિત ખેતી” પણ કહેવામાં આવે છે. ખેડૂત એવી કૃષિ વ્યવસ્થા અપનાવે છે કે તેને બજારમાંથી ખરીદ કરેલ રાસાયણિક ખાતરો, કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વગર કરવામાં આવતી ખેતી પદ્ધતિ છે.જે સંપૂર્ણ શુધ્ધ ને રસાયણ રહિત છે. અને ખર્ચ વગર કરવામાં આવતી ઋષિઓએ આપેલી પરંપરાગત ખેતી છે.

જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની વાડીએ આત્મા-ખેતીવાડીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.પ્રાકૃતિક ખેતીની મુહિમને તેજીથી આગળ વધારવા માટે અધિકારી-કર્મચારીઓ સાથે પરામર્શ કર્યો હતો.કલેક્ટરે પ્રાકૃતિક ખેતીથી પ્રાપ્ત થયેલા હકારાત્મક પરિણામો જાણકારી મેળવી હતી. સાથે જ પ્રાકૃતિક ખેતીમાં અવરોધ રૂપ રહેલા પરિબળો વિશે પણ અધિકારીઓ સાથે વિશદ ચર્ચા કરી હતી.

કલેક્ટરે છેલ્લા એક દાયકાથી પ્રાકૃતિક ખેતી કરતા હિતેશ દોમડીયા પાસેથી તેમના અનુભવો જાણ્યાં હતા. સાથે જ પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા-કાર્બન, પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ-પ્રક્રિયા, પિયત વગેરેની ઝીણવટભરી જાણકારી મેળવી હતી. ઉપરાંત ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે ઉપલબ્ધ બજાર વિશે પણ ચર્ચા કરી હતી.

પ્રાકૃતિક ઢબે થતી ખેતીની જમીનમાં આચ્છાદાનથી તેમાં ભેજનું પ્રમાણ ઉપરાંત આ ભેજના કારણે ઉત્પન્ન થતા ખેડૂત મિત્ર એવા બેક્ટેરિયા અને અળસિયાથી જમીનની ફળદ્રુપતા કેવી રીતે વધારો થાય છે, તેની પણ વિગતવાર જાણકારી મેળવી હતી. પ્રાકૃતિક ખેતીમાં અનિવાર્ય એવા ઘનામૃત-જીવામૃતના ઉત્પાદનમાં ગૌશાળા અને ખાનગી એકમોને જોડવા માટે પણ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત ગાય નિભાવ ખર્ચ માટેની યોજનાનો ખેડૂતો-પશુપાલકો સુધી મહત્તમ લાભ પહોંચે તે માટે પણ સૂચના આપી હતી.જૂનાગઢ જિલ્લામાં 12,000 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ ચૂક્યા છે.

આ બેઠકમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.જી. રાઠોડ, નાયબ ખેતી નિયામક એચ.એમ. ગધેસરીયા, નાયબ ખેતી નિયામક એસ.પી. ઉસદડીયા, જિલ્લા ખેતિવાડી અધિકારી જે.પી. ગોંડલીયા સહિતના અધિકારીઓ અને આત્માના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Previous Post Next Post