પાટડીમાં ગૃહ રાજ્યમંત્રીના હસ્તે રૂ. 12.14 કરોડના કામોનુ ખાતમુર્હુત અને રૂ. 1.58 કરોડના કામોનું લોકાર્પણ કરાયું | In Patadi, the Minister of State for Home Rs. 12.14 crores of overdue works and Rs. 1.58 crore works were launched | Times Of Ahmedabad

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટડી ખાતે ગૃહ રાજ્યમંત્રીના હસ્તે રૂ. 12.14 કરોડના કામોનુ ખાતમુર્હુત અને રૂ. 1.58 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ગૃહમંત્રીએ લોકોને સંબોધન કરતા જણાવ્યું કે, પાટડી નગરપાલિકા વિસ્તારમાં થયેલા વિકાસ કામો થકી સ્થાનિક લોકોની જનસુખાકારીમાં વધારો થશે. અને સરકારની અસરકારક કામગીરીનાં પગલે આજે ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, વીર સાવરકર ત્યાગ, બલિદાન, દેશભક્તિના રંગે રંગાયેલા હતા. આજે પાટડી નગરપાલિકા કચેરીનું નામ “વીર સાવરકર નગરપાલિકા” રાખવામાં આવ્યું છે, એ આનંદની અને ગૌરવની વાત છે. જ્યારે પાટડીમાં રૂ. 8.18 કરોડના ખર્ચે તૈયાર થનારા તળાવ પાટડીની એકતાનુ પ્રતીક બનવા સાથે લોકો માટે હરવા-ફરવાના સ્થળનો એક વિકલ્પ બની રહેશે. દ્વારકાની જેમ ગુજરાતમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણકર્તા અને વ્યાજખોરોને છોડવામાં નહીં આવે.

વધુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાટડી ખાતે વીર સાવરકર સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. પાટડી ભાજપ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને આવકરાવા વર્ણીન્દ્રધામ મંદિરથી પાટડી ચાર રસ્તે ગાંધીજીના બાવલા સુધી ભવ્ય બાઇકરેલી કાઢવામાં આવી હતી.

પાટડી દસાડા ધારાસભ્ય પી.કે.પરમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને ગામડાથી લઈને શહેરી વિસ્તારના વિકાસ માટે વિવિધ વિકાસલક્ષી કાર્યો થઈ રહ્યા છે. પાટડી નગરપાલિકા વિસ્તારમાં પણ પાણી, રોડ-રસ્તા સહિતના વિકાસ કામો થયા છે અને પ્રજાલક્ષી પાયાની સવલતોમાં વધારો થયો છે.

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ મૌલેશભાઈ પરીખ દ્વારા સ્વાગત પ્રવચન અને કારોબારી ચેરમેન ચેતનભાઈ શેઠ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરા, તાલુકા પંચાયત પ્રમુખ ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, દિલીપભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સોનાજી ભારાણી અને શહેર ભાજપ પ્રમુખ દિલીપભાઇ ઠાકોર સહિતના રાજકીય આગેવાનો અને વિશાળ સંખ્યામાં પાટડી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم