રાજકોટના વેપારી સાથે માલિયાસણની જમીન અને ડિફેન્સમાં કોન્ટ્રાકટ અપાવવાનું કહી 1.23 કરોડની છેતરપિંડી, ક્રાઇમ બ્રાન્ચે ઠગની ધરપકડ કરી | Crime branch arrested a thug who cheated Rajkot businessman of Rs 1.23 crore to get Maliasan land and defense contract. | Times Of Ahmedabad

રાજકોટ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જમ્મુ કાશ્મીરમાં PMO ના અધિકારી તરીકે ઓળખ આપી રોફ જમાવતા કિરણ પટેલની તપાસ પૂર્ણ નથી થઇ ત્યાં રાજકોટમાં વધુ એક કિરણ પટેલ ઝડપાયો છે. જેમાં વડોદરાનો હિતેશ ઠાકર પોતાની ઓળખ IB ના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે આપી ઠગાઈ કરતો હોવાનું સામે આવ્યું છે. જે મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ ઠગ હિતેશ ઠાકરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

IB ના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ઓળખ આપી
રાજકોટ શહેરના સત્ય સાઈ રોડ ઉપર ઇન્દ્રલોક રેસીડેન્સીમાં રહેતા અને શાપર વેરાવળ ખાતે સુપરસ્ટાર કોપર વાયરની ફેક્ટરી ચલાવતા અલ્પેશભાઈ બાવનજીભાઈ નારિયા નામના વેપારીએ વડોદરાના હિતેશ પ્રવિણચંદ્ર ઠાકર સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં 1.22 કરોડની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી હિતેશ ઠાકર પોતાની ઓળખ IB ના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે આપી હોવાનું સામે આવતા પોલીસે આરોપી હિતેશ ઠાકરની ધરપકડ કરી 9 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

વેપારી સાથે 1.22 કરોડની છેતરપિંડી કરી
ફરિયાદી અલ્પેશ નારીયાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, મારા મોટાભાઈ વિજયભાઈ અમદાવાદ લોકોની મદદે જતા હોય ત્યાં હિતેશ સાથે ઓળખાણ થઇ હતી અને પોતે આઈબીમાં ડેપ્યુટી ડાયરેક્ટર છે અને આઈએએસ છે તેવી ઓળખ આપી નંબરની આપલે કરી હતી અને બંને વચ્ચે મિત્રતા થઇ હતી ત્યાર બાદ લોકડાઉન વખતે હિતેશે ફોન કરી તમારે ધંધા માટે જગ્યા જોતી હોય તો કહેજો હું ખરાબા અને ગૌચરની જગ્યા તમને ફાળવી આપીશ જેથી અમે સહમતી દર્શાવતા હિતેશે પહેલા તમારે આઈબીના હોલ્ડર બનવું પડશે અને તમને ત્રણ નંબર ઉપરથી ડોક્યુમેન્ટ આવે તેની પ્રિન્ટ કઢાવી રાખજો તેમ કહેતા પ્રિન્ટ કઢાવી હતી અને તે રાજકોટ આવ્યા બાદ સહી કરી આપીશ અને તમારા ભાભીના નામે માલિયાસણ પાસે જમીન ફાળવણી કરવાની છે તેમ કહી જુદા જુદા ચેરિટીના લેટર, મહેસુલ સંપાદનના લેટર, રાજકોટ કલેકટર અને રેવન્યુ વિભાગના પત્રો ઉપર પોતે ગેઝેટેડ અધિકારી તરીકે સહી કરી આપી હતી અને દૂરથી એક જમીન માલિયાસણ ગામે બતાવી હતી.

જમીન ફાળવણી પેટે રૂપિયા 4.86 લાખ લીધા
આ જમીન ફાળવણી પેટે રૂપિયા 4.86 લાખ લીધા હતા. તે પછી તમારે ડિફેન્સમાં કોપર વાયરની જરૂર હોય તો ટેન્ડર વિના ડિફેન્સ સુધી લઈ જવાની આઈબીને મધ્યસ્થીનું કામ સોંપાય છે તેમ કહી 2021 માં 30.83 લાખ પડાવ્યા હતા. અમારે માલધારી ફાટક પાસે વિજયરાજ આયોન પ્લેટિંગ નામે હાર્ડવેર અને વોચ કેશના પ્લેટિંગ કોટિંગની કંપની હોય જેમાં વિજયભાઈ સગા બનેવી દિનેશભાઇ સોજીત્રા નિલેશ પરમાર ડિરેક્ટર છે. જામનગર ખાતે ભાગીદારી પેઢીમાં વિજયભાઈ અને રૂપમબેન ચૌધરી ભાગીદાર છે. આ બને પેઢી સાથે સંકળાયેલ રૂપમબેન અને સૌમ્યાબેન સાથે મારા ભાઈને મતભેદ ચાલતા હોય જેની હિતેશને જાણ થઇ ગઈ હતી જેથી રૂપમબેનના પતિ અંજનીકુમાર સેન્ટ્રલ એક્સાઈઝમાં નોકરી કરતા હોય તથા સૌમ્યાબેનના પતિ રાજેશભાઈ GST માં અગાઉ નોકરી કરતા હોય આ બને પેઢીઓ ઉપર રેડ પાડવા માટે GST અને ઇન્કમટેક્સ વિભાગમાં ફોન કરી જાણ કરેલ છે તેવું હિતેશ ઠાકરએ જણાવ્યું હતું.

ગુજરાત હાઇકોર્ટમાંથી અલગ અલગ હુકમ​​​​​ ​​અને સ્ટે લાવવાના બહાને 33.23 લાખ પડાવ્યા
બાદમાં આ રેઇડ ન પડે તે માટે ગુજરાત હાઇકોર્ટમાંથી હુકમ લઈ આવવો પડશે, રાંચી કોર્ટમાં ચીટિંગનો કેસ ચાલે છે તેની સામે સ્ટે લાવવો પડશે, જૂનાગઢમાં રૂપમબેન સામે NDPS નો કેસ ચાલે છે તે કેસમાં તમે સામેલ નથી તેવું NOC લાવવું પડશે જે તમારા વતી IB વિભાગ લડશે તેવું કહી ફેબ્રુઆરી 2022 થી માર્ચ 2023 દરમિયાન 33.23 લાખ પડાવ્યા હતા. જેના બદલામાં હાઇકોર્ટના સ્ટેનો લેટર, રાંચી કોર્ટનો NOC લેટર, NDPS કેસનો NOC લેટર વગેરે વોટ્સએપથી આપ્યા હતા.

ખોટા ડોક્યુમેન્ટ બનાવી ઠગાઇ કરી
​​​​​​​
તેમજ ફેબ્રુઆરી 2022 માં કંપની તથા ભાગીદારી પેઢીના સૌમ્યાબેન સાથે ચાલતા મતભેદમાં સમાધાન કરાવી આપશે જેમાં આઈબી મધ્યસ્થી રહેશે તેવું કહ્યું હતું આ માટે તિજોરી વિભાગમાં 55 લાખ ભરવાનું કહી રોકડા લઈ ગયો હતો. પરંતુ દોઢેક માસ પહેલા કોર્ટનાં સ્ટે વગેરે ચેક કરતા અમારા એકપણ કેસમાં કોઈ નિકાલ નહિ આવ્યો હોવાનું જાણવા મળતા હિતેશ ઠાકરએ અમને આઈએએસની ઓળખ આપી ખોટા ડોક્યુમેન્ટ બનાવી અમારી સાથે 1.23 કરોડની ઠગાઇ કરી હોવાનું જાણવા મળતા ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post