નવસારીના ચીખલી અને ખેરગામ તાલુકામાં 12.50 કરોડના ખર્ચે નિર્માણ થયેલા 65 આવાસોનું હર્ષ સંઘવી અને સીઆર પાટીલના હસ્તે લોકાર્પણ | Inauguration of 65 houses constructed at a cost of 12.50 crores in Chikhli and Khergam talukas of Navsari by Harsh Sanghvi and CR Patil | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Inauguration Of 65 Houses Constructed At A Cost Of 12.50 Crores In Chikhli And Khergam Talukas Of Navsari By Harsh Sanghvi And CR Patil

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યના નાગરિકોની સુરક્ષામાં ખડેપગે તૈનાત રહેતા પોલીસ જવાનો માટે રાજ્યના પોલીસ આવાસ નિગમ દ્વારા નવસારીના ચીખલી અને ખેરગામ તાલુકામાં કુલ 12.48 કરોડ રૂપિયાના ખર્ચે ફર્નિચર અને સુધિધાયુક્ત 65 આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ પ્રમુખ તથા નવસારીના સાંસદ સી. આર. પાટીલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના ચીખલી અને ખેરગામ તાલુકામાં કાર્યરત પોલીસ કર્મીઓ માટે B, P અને C પ્રકારના કુલ 65 આવાસોનું આધુનિક સુવિધાઓથી સજ્જ એપાર્ટમેન્ટ પ્રકારે નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં મોડ્યુલર કિચન સહિત ફર્નિચર પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અત્યાર સુધી પોલીસને ફાળવવામાં આવતા આવાસમાં ખાસ કોઈ સુવિધા આપવામાં આવતી નથી સાથે જ જુના અને જર્જરીત થયેલા આવાસમાં રહેવા માટે પણ મજબૂર બનતા પોલીસ પરિવારને મુશ્કેલીનો કોઈ પાર ન હતો. જેથી રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓ માટે આધુનિક સુવિધાયુક્ત આવાસ અને મંજૂરી આપતા આજે તેનું ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જેમાં ચીખલી અને ખેરગામ બંને જગ્યાએ B પ્રકારના 32 – 33 આવાસો બનાવવામાં આવ્યા છે, આ આવાસો કોન્સ્ટેબલથી એ. એસ. આઇ. સુધીના જવાનોને જ્યારે 1 C પ્રકારનું આવાસ ખેરગામ ખાતે પોલીસ સબ ઇન્સપેકટરને ફાળવવામાં આવ્યું છે. ખેરગામ અને ચીખલીના પોલીસ આવાસો કુલ 11.74 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયા છે, જેમાં 73.95 લાખ રૂપિયાનું ફર્નિચર તથા અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે. આજના પોલીસ આવાસ લોકાર્પણ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સતત નાગરિકોની સુરક્ષામાં રહેતા પોલીસ જવાનોની કામગીરીને ધ્યાને રાખી સરકારે સુવિધાયુક્ત તેમજ ફર્નિચર સાથેના આવાસો આપ્યા છે, જેની કાળજી પોતાના જ ઘરની જેમ જવાનો રાખે એવી અપીલ કરી હતી. સાથે જ જિલ્લામાં નોંધાયેલી 33 E FRI માંથી જિલ્લા પોલીસે 85 ટકા નિકાલ કર્યો હોવા સાથે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોને મદદરૂપ બની આરોપીઓને નસિયત કરી, જેને ધ્યાને રાખી જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી હતી. જ્યારે રાજ્યના પોલીસ વિભાગમાં ખાલી પડેલી 7 હજાર જગ્યાઓ ભરવા મુદ્દે પૂછેલા પ્રશ્ન પર તેમણે હળવી સ્માઈલ સાથે ભરતીની કાર્યવાહી ચાલુ છે અને ઝડપથી ભરતી આવશેના સંકેત આપ્યા હતા.

أحدث أقدم