વલસાડ જિલ્લામાં આજે નવા 13 કેસ નોંધાયા, 11 દર્દી સ્વસ્થ થતા હવે 75 એક્ટિવ કેસ રહ્યા | Today 13 new cases were reported in Valsad district, 11 patients recovered, now there are 75 active cases. | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં અને વલસાડ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને વલસાડ જિલ્લાનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. ગઈકાલે વલસાડ જિલ્લામાં સામાન્ય લક્ષણ ધરાવતા 600થી વધુ દર્દીઓએ RTPCR ટેસ્ટ કરાવ્યા હતા. પૈકી 13 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ આજે જાહેર થયા હતા. જેને લઈને વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જે પૈકી વલસાડ તાલુકામાં 3, પારડી તાલુકાના 3, વાપી તાલુકામાંથી 1, ઉમરગામ તાલુકામાંથી 1, કપરાડા તાલુકામાં 1 અને ધરમપુર તાલુકામથી 4 મળી કુલ 13 કોરોના સંક્રમિત દર્દીઓ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કર્યા હતા. અગાઉ કોરોના સંક્રમિત જાહેર થયેલા દર્દીઓ પૈકી 11 કોરોના સંક્રમિત દર્દીએ કોરોનાને માત આપી છે. જેની સાથે એક્ટિવ કેસનો આંક વધીને 75 ઉપર પહોંચ્યો છે.

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય આરોગ્ય વિભાગે રાજ્યના તમામ જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમને એલર્ટ કરવામાં આવી હતી. જેને લઈને વલસાડ જિલ્લા કલેક્ટરે જિલ્લામાં રહેતા તમામ લોકોને કોરોના સામે તકેદારીના ભાગ રૂપે સામાન્ય લક્ષણ ધરાવતા લોકોને સમયસર નજીકના RTPCR ટેસ્ટિંગ સેન્ટર ઉપર ટેસ્ટ કરાવી લેવા અપીલ કરવામાં આવી હતી. ગઈકાલે વલસાડ જિલ્લામાં 600થી વધુ લોકોને કોરોનાના સામાન્ય લક્ષણો જણાઈ આવતા તેમણે નજીકના RTPCR ટેસ્ટિંગ સેન્ટર ઉપર ટેસ્ટ કરાવ્યા હતા. આજરોજ વલસાડ તાલુકામાં 3, પારડી તાલુકાના 3, વાપી તાલુકામાંથી 1, ઉમરગામ તાલુકામાંથી 1, કપરાડા તાલુકામાં 1 અને ધરમપુર તાલુકામાંથી 4 મળી કુલ 13 કોરોના સંક્રમિત દર્દીઓ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કર્યા હતા. જેને લઈને વલસાડ જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જિલ્લામાં સંક્રમિત જાહેર થયેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને કોન્ટેક હિસ્ટ્રી મેળવી દર્દીઓને સંપર્કમાં આવેલા લોકોની યાદી બનાવી તેમને કોરોના અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આજે છેલ્લા 7 દિવસથી હોમ આઈસોલેશનમાં સારવાર મેળવી રહેલ 11 દર્દીએ આજે કોરોનાને માત આપી જિંદગીની જંગ જીત્યા હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post