અમદાવાદની 13 વર્ષની દીકરીને પેટમાં દુઃખાવો ઉપડ્યો, ગાંઠ નહીં પણ 8 માસનો ગર્ભ નીકળ્યો | A 13-year-old minor was trapped in a love trap in Vatwa and the perpetrator became pregnant, the pot exploded causing the victim stomach pain. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A 13 year old Minor Was Trapped In A Love Trap In Vatwa And The Perpetrator Became Pregnant, The Pot Exploded Causing The Victim Stomach Pain.

અમદાવાદ31 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના વટવામાં 13 વર્ષની દીકરી દુષ્કર્મ ભોગ બની છે. દીકરીને પોટમાં દુઃખાવો થતા પરિવારજનો ગાંઠ હોવાની આશંકાએ તેને હોસ્પિટલ લઈને ગયા હતા. જ્યાં તપાસમાં ગર્ભ હોવાનું બહાર આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ બાબતે દીકરીએ તેની સાથે દુષ્કર્મ આચર્યાનું જણાવતા પરિવારે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે યુવકની ધરપકડ કરી અને મેડિકલ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માટી ખાવાની ટેવ હોવાથી ગાંઠ હોવાની શંકા હતી
આ અંગેની નોંધાયેલી ફરિયાદ મુજબ, વટવામાં રહેતા શ્રમજીવી પરિવારની 13 વર્ષની દીકરીને અચાનક પેટમાં દુઃખાવો થતા પરિવારજનો તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં આ દીકરીની સોનોગ્રાફી કરાવતા તેના પેટમાં 8 માસનું ગર્ભ હોવાનું ખુલ્યું હતું. જેથી સગીરા સાથે દુષ્કર્મ થતા સમગ્ર મામલો વટવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધીને મુકેશ નામના આરોપીની ધરપકડ કરી છે.

પ્રતિકાત્મક તસવાર.

પ્રતિકાત્મક તસવાર.

દીકરીને 8 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું
આરોપી અને ભોગ બનનાર વટવા વિસ્તારમાં રહે છે. મજૂરી કામ દરમિયાન એક વર્ષ પહેલાં બન્ને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. આરોપી પીડિતા કરતા 10 વર્ષ મોટો છે. આરોપી યુવકે પરિચયમાં આવ્યા બાદ પીડિતાને પ્રેમજાળમાં ફસાવીને મળવાના બહાને બોલાવી હતી. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાને માટી ખાવાની ટેવ હતી. જેથી પેટ ફુલતા તેને માટીની ગાંઠ હોવાની પરિવારને શંકા હતી. જે બાદ અચાનક પેટમાં દુઃખાવો વધી જતાં પીડિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં પીડિતાના પેટમાં ગાંઠ નહીં પણ 8 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.

આરોપીની પોલીસે ધરપકડ કરી.

આરોપીની પોલીસે ધરપકડ કરી.

પોલીસે મેડિકલ તપાસની કામગીરી હાથ ધરી
આ અંગે વટવા પોલીસ સ્ટેશનના PI કુલદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, પીડિતાની પૂછપરછ કરતા આરોપી મુકેશે તેને પ્રેમજાળમાં ફસાવી મળવા બોલાવી હતી. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. તો આ બાબતે બાળકીના માતા-પિતાએ કહ્યું હતું કે, દીકરી 8 મહિનાની ગર્ભવતી હોવાથી બાળકને જન્મ અપાવવો પડશે. હવે બીજો કોઈ રસ્તો પણ ન હોવાનું જણાવ્યું હતું. વટવા પોલીસે દુષ્કર્મ અને પોકસો કલમ હેઠળ ગુનો નોંધી યુવકની ધરપકડ કરી છે. પોલીસે મેડિકલ તપાસ સહિતની પ્રક્રિયા હાથ ધરી અને આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

વટવા પોલીસ સ્ટેશનના PI કુલદીપ ગઢવી

વટવા પોલીસ સ્ટેશનના PI કુલદીપ ગઢવી

أحدث أقدم