બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા
- કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં આજે કોરોનાનો વધુ 01 કેસ નોંધાયો છે. જેથી જિલ્લામાં કુલ 13 એક્ટિવ કેસ થયા છે. કોરોનાના કેસને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આજે RT-PCR 190 અને ANTIGEN 1449 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.
ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે વડગામમાં 01 દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. આરોગ્ય તંત્ર એલર્ટ બની આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધુને વધુ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં હાલ 13 એક્ટિવ કેસ છે. ઉલ્લેખનીય છે બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના એ માથું ઉંચક્યું છે 14 તાલુકામાંથી આજે એક તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લા કુલ 1449 સેમ્પલ લેવામાં આવ્યામ હતા જેમાંથી 01 કેશ નોંધાયો હતો.