Thursday, April 27, 2023

કલેક્ટર કચેરી ખાતે કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષસ્થાને આયોજન; સ્વાગત કાર્યક્રમમાં 13 અરજીનો હકારાત્મક નિકાલ કરાયો | Organized under the chairmanship of Collector Bhavin Pandya at the Collector's office; 13 applications were positively disposed of in the reception program | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • Organized Under The Chairmanship Of Collector Bhavin Pandya At The Collector’s Office; 13 Applications Were Positively Disposed Of In The Reception Program

મહિસાગર (લુણાવાડા)21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાયેલ સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ થઈ ગયા છે. આ 20 વર્ષમાં અસંખ્ય લોકોએ સ્વાગત કાર્યક્રમ થકી પોતાની મુશ્કેલીઓનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ મેળવ્યું છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ મહીસાગર જિલ્લાના કલેક્ટર કચેરી મિટિંગ હોલ ખાતે કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આજરોજ કુલ 13 જેટલી અરજીઓ આવી હતી. આ તમામ પ્રશ્નોનોના સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં આજરોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ હેઠળ વિવિધ વિભાગો માટેની કુલ 13 ફરિયાદો હતી. આ તમામ ફરીયાદોના અરજદારને સંબધિત વિભાગના અધિકારીઓની હાજરીમાં જિલ્લા કલેક્ટર દ્વારા સાંભળવામાં આવી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. હકારાત્મક નિકાલ થતા ખુશખુશાલ એવા અરજદારો સાથે વાત કરતા તેઓએ સરકારના સ્વાગત કાર્યક્રમનો તેમજ વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વડા, અરજદારો સહિત તમામ જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.