ગાંધીનગરના સરગાસણમાં ધમધમતા હુક્કાબારમાંથી 13 હજારના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા | Three arrested with Rs 13,000 worth of hookah bars in Gandhinagar's Sargasan | Times Of Ahmedabad

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના સરગાસણમાં આવેલ હાઈપ કેફેમાં હુક્કા બાર ચાલતું હોવાનો કંટ્રોલ રૂમથી મેસેજ મળતાં જ ઈન્ફોસિટી પોલીસ દ્વારા દરોડો પાડીને ત્રણ ઈસમોને 13 હજાર 600 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે કેફેનો માલિક સ્થળ ઉપર હાજર નહીં આવતાં તેના વિરુદ્ધ પણ કાયદેસરની હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસને ગઈકાલે પોલીસ કન્ટ્રોલ રૂમથી વરધી આપવામાં આવી હતી કે, સરગાસણ સ્થિત હાઇપ કેફેમાં યુવક યુવતીઓને બેસાડીને હુક્કા બાર ચલાવવામાં આવી રહ્યો છે. જેનાં પગલે ઈન્ફોસિટી પોલીસનો કાફલો કેફે ઉપર ત્રાટક્યો હતો. જ્યાં કેટલાંક યુવક યુવતીઓએ હુક્કો પીતા નજરે ચડયા હતા.

અચાનક પોલીસે રંગમાં ભંગ પાડતા યુવક યુવતીઓ ફફડી ઉઠયા હતા. ત્યારે પોલીસે હુક્કા બારમાં મેનેજર અમિત ચૌહાણ (રહે. સાબરમતી) ની પૂછતાંછ કરતાં કાફેનો માલિક યુવરાજસિંહ ઝાલા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ત્યારે પોલીસે કાફે ચલાવવા માટે જરૂરી પરમિશન માંગતા મેનેજરે કોઈ લાયસન્સ નહીં હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે કાફેમાં તપાસ કરતા હીરબહાદુર થાપા અને પ્રકાશ નામના માણસો ગ્રાહકોને હુક્કો ભરી આપવાની નોકરી કરતા હોવાનું વધુમાં ખુલવા પામ્યું હતું. ત્યારે પોલીસે કેફેમાં તપાસ કરતા અલગ અલગ ફ્લેવરના પેકેટ, હુક્કા તેમજ હુક્કા ચિલ્લમ, મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 13600 નો મુદામાલ મળી આવ્યો હતો. બાદમાં પોલીસે યુવક યુવતીઓના નામ ઠામ વિગેરે વિગતો મેળવી એફએસએલની ટીમને તપાસ અર્થે બોલાવી લેવામાં આવી હતી. આ અંગે પોલીસે કેફે સંચાલક સહિત ચાર ઈસમો સાથે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post