મહીસાગર જિલ્લામાં બાબાસાહેબની 132મી જન્મ જયંતીની વિવિધ સ્થળે ઉજવણી; 'બાબા સાહેબ અમર રહો'ના નારા લાગ્યા | Celebration of 132nd birth anniversary of Babasaheb in Mahisagar district at various places; There were chants of 'Baba Saheb Amar Raho' | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • Celebration Of 132nd Birth Anniversary Of Babasaheb In Mahisagar District At Various Places; There Were Chants Of ‘Baba Saheb Amar Raho’

મહિસાગર (લુણાવાડા)10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજે સમગ્ર દેશભરમાં બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની 132મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ વિવિધ સ્થળે આજે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા છે. ત્યારે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે મોટી સંખ્યામાં વિવિધ સંગઠનના કાર્યકરોએ અને નાગરિકોએ ડૉ. બાબાસાહેબની પ્રતિમા સમક્ષ ભાવ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

જય ભીમ.. જય ભીમ..ના નારાઓ લાગ્યા
આ કાર્યક્રમમાં લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ સહિત આગેવાનો પણ જોડાયા હતા. બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબે દેશના લોકોને આપેલા બંધારણીય હક્કોને યાદ કરતાં તેમણે ચીંધેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં બાઇક રેલી સ્વરૂપે “બાબા સાહેબ અમર રહો.. જય ભીમ.. જય ભીમ..ના નારાઓ સાથે લુણાવાડા નગરના માર્ગો શોભાયાત્રા યોજાઇ હતી. આ શોભાયાત્રા ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક ખાતેથી નીકળી ઘાંટી વિસ્તાર, માંડવી બજાર, ફુવારા ચોક, દરકોલી દરવાજા, શહેરના મુખ્ય ચાર રસ્તા થઈ વરધરી રોડ ખાતે આવેલ વણકર સમાજ ઘર જઇ સંપન થઈ હતી. જેમાં સમાજના આગેવાનો અને અગ્રણી યુવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.

લુણાવાડા MLA ગુલાબસિંહ બાબાસાહેબને પુષ્પ અર્પણ કર્યા

લુણાવાડા MLA ગુલાબસિંહ બાબાસાહેબને પુષ્પ અર્પણ કર્યા

શિક્ષણ મંત્રીએ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા
આજરોજ સંતરામપુર ખાતે આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડીંડોરની અઘ્યક્ષતામાં બંધારણના ઘડવૈયા ભારત રત્ન, ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયા, મહામંત્રી રાવજી પટેલ, ભાજપ જિલ્લા એસ.સી. મોરચાના પ્રમુખ દિપક ચાવડા, જિલ્લા લધુમતી મોરચાના પ્રમુખ અલ્તાફ કાઝી, સહિત ભાજપ પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ડૉ. બાબાસાહેબને પુષ્પ અર્પણ કર્યા હતા.

સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી દ્વારા બાબાસાહેબને ફુલહાર અર્પણ કરાયો

સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી દ્વારા બાબાસાહેબને ફુલહાર અર્પણ કરાયો

પંચમહાલ સાંસદે બાબા સાહેબને પુષ્પ અર્પણ કર્યા
132મી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી વરધરી ખાતે કરવામાં આવી. વરધરી ચોકડી બસ સ્ટેટશન પાસે ડૉ. બાબાસાહેબની પ્રતિમા પર પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા ફુલહાર અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. તો તેમની સાથે ભાજપના લુણાવાડા તાલુકા મંડળના મહામંત્રી હિંમતસિંહ તથા તાલુકા એસ.સી.મોરચાના પ્રમુખ ઇંગીતભાઈ ચૌહાણ તથા અન્ય કાર્યકર્તા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ બાલાસિનોર અને કોઠંબા ખાતે આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી છે. જેમાં આગેવાનો દ્વારા બાબાસાહેબજીની પ્રતિમાને પુષ્પ, ફુલહાર અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

વરધરી ખાતે સાંસદે બાબાસાહેબને ફુલહાર અપર્ણ કર્યો

વરધરી ખાતે સાંસદે બાબાસાહેબને ફુલહાર અપર્ણ કર્યો

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post