- Gujarati News
- Local
- Gujarat
- Morbi
- From Morbi’s Closed Flat, Including Cash jewelry, Rs. 13.24 Lakh Theft, Businessman Lodges Complaint That 3 Nepalis Carried Out The Theft
મોરબી14 મિનિટ પહેલા
- કૉપી લિંક
મોરબીમાં રહેતો પટેલ પરિવાર ધાર્મિક વિધિ માટે બહાર ગયો તે દરમિયાન વેપારીના બંધ ફ્લેટને નિશાન બનાવી એપાર્ટમેન્ટના ચોકીદાર સહિતના ત્રણ નેપાળીઓએ ફ્લેટમાં ચોરીને કરીને ફરાર થયા હતા. જેથી લાખોની રોકડ અને દાગીના સહીત 13.24 લાખની મત્તા ચોરી કરી જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવની મળતી વિગત મુજબ વાંકાનેરના ઢુવા નજીક આવેલ મીલેનીયમ સિરામિકમાં ફેકટરીના ભાગીદાર મોરબીના વૈભવ એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશ નરશીભાઈ હુલાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે વહેલી સવારે અમરેલી જિલ્લાના દામનગરમાં ધાર્મિક કાર્યક્રમ હોવાથી તેઓ તેની પત્ની અને ત્રણ બાળકો સાથે ગયા હતા અને રાત્રીના ત્યાં રોકાયા હતા. આજે સવારે બિલ્ડીંગમાં રહેતા મનસુખભાઈ અઘારાનો ફોન આવ્યો કે બિલ્ડીંગમાં કામ કરતા ચોકીદાર બહાદુર જોવામાં આવતો નથી તે તમારી પાસે કામ કરવાના રૂપિયા માગે તો રૂપિયા આપતા નહિં અને તે બિલ્ડીંગના રૂમમાં પણ દેખાતો નથી અને ફરિયાદીનો ફ્લેટ જોતા ખુલ્લો હતો. જેથી તેના સગાઓ તરત આવતા અને ફ્લેટમાં જોતા સમાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો અને ઘરના હોલમાં સોફાસેટ કંપનીના કર્મચારીને પગાર આપવા માટે રૂ 8 લાખ રોકડ રાખેલા હતા. તેમજ ઘરના કબાટમાં રોકડ રૂ. 4.50 લાખ રાખેલા હતા તેની ચોરી કરવામાં આવી હતી. તે ઉપરાંત ઘરમાં કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના 74 દાગીના મળીને કુલ રૂ.13.24 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ગયા છે.

આમ આરોપી સરિતા રાજેશ, રાજેશ અને ભેરૂ ઉર્ફે ભરત વિશ્વકર્મા (રહે નેપાળ હાલ મોરબી વાળા) જે ઘરકામ અને ચોકીદાર તરીકે નોકરી કરતા હોય જે આરોપીઓએ ફ્લેટના બાથરૂમના વેન્ટીલેટરની બારીના કાચ કાઢી ફ્લેટમાં પ્રવેશ કરી ચોરી કરી નાસી ગયા છે. એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

નેપાળીઓ સીસીટીવીનું ડીવીઆર કાઢી ભેગું લેતા ગયા
ઘરકામ અને ચોકીદાર કરનાર નેપાળીઓ લાખોની ચોરીને અંજામ તો આપ્યો સાથે બિલ્ડીંગમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવેલા હોવાનું ખબર હોવાથી તો ચોરી કર્યા બાદ ડીવીઆર કાઢીને લઇ ગયા હતા.
15 દિવસ પેહલા જ નોકરીએ લાગ્યા હતા
તો અંગે વધુમાં મળતી વિગત મુજબ ચોરી કરનાર આરોપી લગભગ 15 દિવસ પેહલા જ કામે લાગ્યા હતા અને તેવું ફરીયાદી પાસેથી જાણવા મળ્યું છે.