- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Limdi Police Arrested Two Who Embezzled 13.50 Lakhs From Annapurna Finance Company, One Remains At Large As He Is Corona Positive
દાહોદ4 મિનિટ પહેલા
- કૉપી લિંક

અન્નપૂર્ણા ફાઈનાન્સ કંપનીના બે ડેવલપમેન્ટ ઓફીસરોએ ગ્રાહકો પાસેથી લોનના હપ્તા ઉઘરાવી લીધા હતા. તે 13.50 લાખથી વધુની રકમ કંપનીમાં જમા ન કરાવી કંપની સાથે વિશ્વાસઘાત કરતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.લીમડી પોલીસે બંન્નેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તેમાથી એક કોરોના પોઝીટીવ હોવાથી હાલ તેની અટક કરવામા આવી નથી.

આઠ મહિનામા લોન મંજુર કરાવી હતી
ઝાલોદ તાલુકાના લીમડી ગામના આજુબાજુના વિસ્તારના અલગ અલગ ગામડાઓની મહિલાઓને ગત તા. 1-1-2022 થી 31-8 -2022 દરમ્યાનના સમય ગાળામાં અન્નપૂર્ણા ફાઈનાન્સ કંપનીના ડેવલપમેન્ટ ઓફીસરની પોસ્ટ પર ફરજ બજાવતા ખેડા જિલ્લાના વાડીનાથ ગામના નિલેશભાઈ નાનકભાઈ વણઝારા તથા મહિસાગર જિલ્લાના ચાંપેલી ગામના ઘણીયાનવી વસાહત ફળીયામાં રહેતા નરેન્દ્રકુમાર કાળુભાઈ માછીએ કંપનીમાંથી લોન મંજુર કરાવી હતી.
ગ્રાહકોને નોટિસ ફટકારતા રજૂઆતો કરવામા આવી
મહિલાઓ પાસેથી લોનના હપ્તાની ઉઘરાણી કરી લોનના હપ્તા પેટે રૂા.13,50,875 જેટલી માતબર રકમ ઉઘરાવી તે રકમ કંપનીમાં જમા નહી કરવી હતી. તે રકમ પોતાના અંગત કામમાં વાપરી નાંખી હતી. જ્યારે બીજી તરફ ગ્રાહકબેનો પર ફાઈનાન્સ કંપનીમાંથી લોનના હપ્તા ભરી દેવાની તાકીદ કરતી નોટીસો પાઠવવામાં આવતા ગ્રાહક બહેનોએ આ મામલે ઉપર સુધી રજુઆત કરી હતી.
તપાસ હાથ ધરતા ભાંડો ફૂટયો
જેના પગલે તપાસ હાથ ધરતા તપાસમાં અન્નપૂર્ણા ફાઈનાન્સ કંપનીના બંને ડેવલ્પમેન્ટ ઓફીસરોએ ગ્રાહક બહેનો પાસેથી ઉઘરાવેલ હપ્તાની રકમ રૂપિયા 13,,50,875 કંપનીમાં જમા ન કરાવી પોતાના અંગત કામમા વાપરી નાંખી ગ્રાહક બહેનો તથા ફાઈનાન્સ કપની સાથે વિશ્વાસઘાત કર્યાનું બહાર આવ્યુ હતુ.જેથી યુનીટ મેનેજર ભરતભાઈ કાંતીભાઈ મહેરાએ ઉપરોક્ત બંને ડેવલપમેન્ટ ઓફીસરો વિરૂધ્ધ લીમડી પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.આ બંન્ને ભેજાબાજોને પોલીસે ઝડપી પાડયા છે પરંતુ નિલેશ વણઝારાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાથી હાલ તેની અટક કરવામા આવી નથી અને તે સારવાર હેઠળ છે.