મહેસાણાએક કલાક પહેલા
- કૉપી લિંક
મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સગીરાઓને લગ્નની લાલચો આપી અપહરણ કરી ભગાડી જવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.જેમાં વધુ એક કિસ્સો સામે આવતા મહેસાણા એસઓજી ટીમે સગીરા ને શોધી કાઢી પરિવાર ને સોંપવામાં આવી હતી.
કડી તાલુકા પંથકની એક ગામની 14 વર્ષની સગીરાને દેત્રોજ તાલુકાના એક ગામનો યુવક લાલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી જતા સગીરાના પરિવારજનોએ બાવલું પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જે મામલે મહેસાણા એસઓજી ટીમના અ.હેડ કોન્સ્ટેબલ રાજ સિંહ થતા અ.પો.કો.મનીષ કુમાર ને બાતમી મળી કે સગીરા થોળ બજાર મા હાજર છે.બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઇ સગીરા ને શોધી પાડી હતી.તેમજ તેના પિતા ને બોલાવી પરિવારને સ્થાનિક પોલીસની હાજરીમાં સોંપવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે…