ભાગવત 14 અને15 એપ્રિલે અમદાવાદમાં સભા યોજશે | Bhagwat will hold a meeting in Ahmedabad on April 14 and 15 | Times Of Ahmedabad

ગાંધીનગર2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • હિંદુ સમાજને જોડવા સ્વયંસેવકોને આહવાન કરશે
  • SC-ST-OBCને એકસાથે લાવવાનો​​​​​​​ પ્રયત્ન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત આગામી 14 અને 15 એપ્રિલના દિવસે અમદાવાદમાં આવશે. અહીં જીએમડીસી ગ્રાઉન્ડ પર એક મોટી સભા તેઓ સંબોધિત કરશે. આ દિવસે ભાગવત સંઘના 10 હજારથી વધુ સ્વયંસેવકોને ભારતના દલિત-આદિવાસી-ઓબીસી સહિતના હિંદુ સમાજને જોડવા માટે હાકલ કરશે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની શાખા વિશ્વ સંવાદ કેન્દ્રના પ્રદીપ જૈનના જણાવ્યા મુજબ ભાગવત 14 એપ્રિલે સમગ્ર સમાજને સંગઠિત કરવાના ભાગરૂપે આ કાર્યક્રમને સંબોધિત કરવાના છે, જેમાં અમદાવાદની તમામ શાખાઓના સ્વયંસેવકોને તેઓ સંબોધિત કરશે.

આ સિવાય 15 તારીખે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં પુનરુત્થાન ટ્રસ્ટના ઉપક્રમે 150 જેટલા વિવિધ પુસ્તકોનું વિમોચન કરશે અને તે પુસ્તકો પણ રાષ્ટ્ર અને સમાજ ચેતના સંદર્ભે લખાયેલા છે.એક રીતે સંઘનું લોકસભા ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં શક્તિ પ્રદર્શન હશે. ભાગવત પોતે ગુજરાતમાં યોજાઇ રહેલા આ મોટા કાર્યક્રમમાં હાજર રહેવાના હોઇ તેની અસરો ખૂબ મોટી મનાય છે. હજુ ગયા સપ્તાહે જ ભાગવત અમદાવાદમાં યોજાયેલી આચાર્ય સભાની એક બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم