રાજકોટ32 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજકોટમાં વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે વોર્ડ નં.4ના મોરબી રોડ પર આવેલા ન્યુ સેટેલાઈટ ચોક વિસ્તારમાં 23 ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી 14 કિલો વાસી માલનો નાશ કર્યો છે તો 11 ધંધાર્થીને નોટીસ અપાઇ હતી. તો મેડીકલ સ્ટોરમાંથી જુદી જુદી પ્રકારના શીરપ અને પ્રોટીન પાવડરના નમુના પણ લેવાયા છે.
મિલન ગોલામાંથી વાસી માવો મળ્યો
ન્યુ સેટેલાઈટ ચોકમાં શ્રીજી ડેરી ફાર્મ અને બેકરીમાંથી વાસી પીઝા બેઇઝ, વાસી લાડવા તથા વાસી પેસ્ટ્રી કુલ 7 કિલો જથ્થો અખાધ્ય જણાતા સ્થળ પર નાશ કરાયો હતો. મિલન ગોલામાંથી વાસી માવો, વાસી રબડી 3 કિલો, રંગોલી બેકરીમાંથી વાસી બ્રેડ-પાઉં મળી 4 કિલો અખાધ્ય માલ મળતા સ્થળ પર નાશ કરાયો હતો. .
વિવિધ નૂમના લેવાયા
આ ઉપરાંત ફુડ વિભાગ દ્વારા સેટેલાઇટ ચોકમાં આવેલ ગેલમાં ડેરી ફાર્મમાંથી દૂધ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે ક્રિષ્ના મેડીકલમાંથી નેસ્લે લોકટોગેન, મોટી ટાંકીના પેટસન ફાર્મામાંથી નોવારીચ મલ્ટીવિટામીન ટેબ્લેટ, શિવાલય ડિસ્ટ્રીબ્યુટરમાંથી ઇનટાસ મીનરલ પાવડર, ક્રિષ્ના મેડીકલ કોર્પો.માંથી ન્યુ એલ્કોપીકસ સપ્લી, શ્રી ફાર્મા એજન્સીમાંથી બેસ્ટોલેકસ શીરપ, સબોઝાઇમ સિરપ બોટલ, ક્રિષ્ના મેડીકલમાંથી પ્રોટીલેબ પાવડર, નાના મવા રોડના અપોલો ફાર્માસીમાંથી સુપ્રાડીન ટેબ્લેટના નમુના લઇ લેબોરેટરીમાં મોકલાયા છે.