આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક શોધ કાર્યશાળા યોજાઈ, 1400 જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરાશે | Natural Agriculture Trainer Search Workshop held in Anand Agricultural University, about 1400 Master Trainers will be prepared | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Natural Agriculture Trainer Search Workshop Held In Anand Agricultural University, About 1400 Master Trainers Will Be Prepared

આણંદ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક શોધ કાર્યશાળા યોજાઇ હતી. આ કાર્યશાળામાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા 600 જેટલા ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. આ અવસરે રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી, હાલોલ દ્વારા યોજાયેલા ત્રિદિવસીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક શોધ કાર્યશાળાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરીણામે જમીન બિનઉપજાઊ બની રહી છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીનમાં જીવાણું, અળસિયા અને મિત્ર જીવ અસંખ્ય સંખ્યામાં જોવા મળે છે. જેને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે અને જમીન ઉપજાઊ અને ફળદ્રુપ બને છે.

વધુમાં રાજ્યપાલ દેવવ્રતે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે. જેમાં આત્માના અધિકારીઓને પણ જોડવામાં આવશે. રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં 1400 જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે. જેઓ ગામડાઓમાં જઈને દેશી નસલની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનામૃત બનાવવા અંગે ખેડૂતોને તાલીમબદ્ધ કરશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના કૃષિ ઉત્પાદનોને યોગ્ય બજાર મળી રહે તે માટે દસ ગામ દીઠ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. જ્યાં ખેડૂતો પોતાના ઉત્પાદનો વેચી શકશે. માનવતા અને જીવ કલ્યાણ માટે આરંભાયેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સૌ ખેડૂતોને આધુનિક ટેકનોલોજીના વિનિયોગ સાથે જોડાઇ ધરતી માતા અને કૃષિપેદાશોને ઝેરમુક્ત બનાવવા જોઈએ. પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) એ પણ પ્રાકૃતિક ખેતી અંગેનો અભ્યાસક્રમ બનાવ્યો છે. જેનો ગુજરાત સહિત દેશની અન્ય કૃષિ યુનિવર્સિટીઓમાં બીએસસી, એમએસસી કોર્ષમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ કાર્યશાળામાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા છસો જેટલા ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. આ અવસરે રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં ગુજરાત પ્રાકૃતિક યુનિવર્સિટીના કુલપતિ ડો.સી.કે. ટીંબડીયાએ કાર્યશાળાનો હેતુ સમજાવી સૌનો આવકાર કર્યો હતો. અંતમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કે.બી.કથિરીયાએ આભાર દર્શન કર્યું હતું.

આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ ગુજરાતના સંયોજક પ્રફુલ સેંજલીયા, કલેકટર ડી.એસ. ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.પ્રાકૃતિક ખેતીમાં જમીનમાં ઝડપથી ઓર્ગેનિક કાર્બનનાં પણ વધારો થાય છે (બોક્સ)હિસ્સાર કૃષિ યુનિવર્સિટીના ડો.બલજીત સહારને જણાવ્યું કે, ખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતરોના વપરાશને કારણે જમીનમાં સુક્ષ્મ જીવાણુંઓનું પ્રમાણ ઘટતા ઓર્ગેનિક કાર્બન ઓછો થયો છે, પ્રાકૃતિક કૃષિ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સુક્ષ્મ જીવાણુંઓનું પ્રમાણ વધે છે. એટલું જ નહી ઝડપથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનાં પણ વધારો થાય છે. જમીનમાં સુક્ષ્મ જીવાણુઓની ચાવી રૂપ ભૂમિકા રહેલી છે, ત્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સમજી આ જીવાણુંઓનું પાલન પોષણ કરવાનું છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم