અમદાવાદમાં સૌથી વધુ 142 કેસ, ગીર સોમનાથમાં એક દર્દીનું મોત અને 3 દર્દીઓ વેન્ટિલેટર પર | 392 Covid 19 Cases in Gujarat, Highest 142 cases in Ahmedabad, one death in Gir Somnath and 3 patients on ventilator | Times Of Ahmedabad

36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 392 કેસ નોંધાયા છે. જેની સામે 258 દર્દીઓ સાજા થયા છે અને હાલ ત્રણ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જોકે, આ સાથે રાજ્યમાં કોરોનાથી આજે વધુ એક દર્દીનું મોત થયું હતું. ગીર સોમનાથમાં એક દર્દીનું મોત નોંધાયું હતું.

રાજ્યમાં કોરોનાના કુલ 2220 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2220 એક્ટિવ કેસ છે. જેમાંથી ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 2217 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,73,410 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11066 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

રાજ્યના આઠ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 142 કેસ નોંધાયા છે. 93 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મહેસાણામાં નવા 35 કેસ નોંધાયા છે. વડોદરામાં 30 કેસ સામે આવ્યા છે. સુરતમાં 27 કેસ નોંધાયા છે. વલસાડમાં 13 કેસ નોંધાયા છે. મોરબીમાં 9 કેસ સામે આવ્યા છે. સાબરકાંઠામાં 8 કેસ નોંધાયા છે. રાજકોટમાં 15 કેસ સામે આવ્યા છે. આણંદમાં 3 કેસ નોંધાયા છે. ભરૂચમાં 2 કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 6 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં 2 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 7 કેસ નોંધાયા છે. પાટણમાં 7 કેસ સામે આવ્યા છે. નવસારીમાં 4 કેસ, ભાવનગરમાં 3 કેસ, પંચમહાલમાં 3 કેસ, પોરબંદરમાં 1 કેસ, સુરેન્દ્રનગરમાં 5 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, ખેડામાં 3 કેસ, કચ્છમાં 5 કેસ, મહીસાગરમાં પણ 1 કેસ સામે આવ્યો છે.

એપ્રિલ મહિનામાં કોરોનાથી 11નાં મોત
04 એપ્રિલના અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. જેમને હાઇપર ટેન્શનની બીમારી હતી. ત્યાર બાદ 06 એપ્રિલના અમદાવાદના ગોમતીપુરના 59 વર્ષીય યુવકનું મોત થયું હતું. ત્યારે 08 એપ્રિલના એક જ દિવસમાં ત્રણ દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદના જોધપુરમાં 91 વષીય વૃદ્ધનું મોત થયું હતું. ત્યારે રાજકોટમાં પણ 1 દર્દીનું મોત થયું હતું. આ ઉપરાંત ભાવનગરમાં પણ 1 દર્દીનું મોત થયું હતું. ત્યારબાદ 9 એપ્રિલના અમદાવાદના સરસપુર રખિયાલ વોર્ડમાં કોરોનાથી 60 વર્ષીય મહિલાનું મોત થયું હતું. જ્યારે 10 એપ્રિલના પણ અમદાવાદના મણિનગરમાં 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. 11 એપ્રિલના અમદાવાદના રામોલ હાથિજણ વોર્ડમાં 27 વર્ષીય યુવતીનું કોરોનાથી મોત થયું હતું. તો આજે ફરી રાજ્યમાં કોરોનાથી બે મોત થયા છે. જેમાં અમદાવાદમાં એક દર્દીનું મોત થયું છે. જ્યારે મહેસાણામાં સારવાર દરમિયાન 50 વર્ષીય આધેડનું મોત થયું છે.

માર્ચ મહિનામાં કોરોનાથી નવ લોકોનાં મોત
કોરોનાથી રાજ્યમાં દર્દીના મોતની વાત કરીએ તો, રાજ્યમાં 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત થયું હતું. ત્યારબાદ 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. જેના બીજા દિવસે એટલે કે 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું હતું. ત્યાર પછી 25 માર્ચે રાજ્યમાં કોરોનાથી બે દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદમાં 72 વર્ષયી વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે કચ્છમાં 9 માસની બાળકીનું મોત થયું હતું. 26 માર્ચે વલસાડના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. 30 માર્ચે કચ્છમાં એક દર્દીનું મોત થયું હતું. 31 માર્ચે સુરતમાં એક દર્દીનું મોત થયું હતું.

સારવાર દરમિયાન 50 વર્ષીય આધેડનું મોત
મહેસાણા જિલ્લામાં આજે 50 વર્ષીય પુરુષનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. વિસનગર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 50 વર્ષીય પુરુષને હૃદય અને ફેફસાની બીમારી હોવાથી તે સારવાર હેઠળ હતા. તેમજ શંકાસ્પદ કેન્સર પણ હતું. ત્યારબાદ વિસનગર ખાતે દર્દીના સેમ્પલ લઇ મોકલી આપ્યા બાદ દર્દી કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમજ વડનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم