Wednesday, April 26, 2023

સુરતમાં ઘોડદોડ રોડ પર મકાનમાંથી રૂપિયા 1.45 લાખની ચોરી, પરિવાર માતાને મળવા ગયો ને તસ્કરો હાથ ફેરો કરી ગયા | 1.45 lakh rupees stolen from a house on Ghoddod Road in Surat, the family went to meet the mother and the smugglers got away | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 1.45 Lakh Rupees Stolen From A House On Ghoddod Road In Surat, The Family Went To Meet The Mother And The Smugglers Got Away

સુરત5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરતમાં ઘોડદોડ રોડ પર સુરૂચી એપાર્ટ.માં રહેતો જૈન પરિવાર ગતરોજ બપોરના સમયે ભટારમાં રહેતા માતાના ઘરે ગયા હતા. બપોરના સમયે મકાન બંધ હતું ત્યારે કોઈ અજાણયા ચોર ઈસમોએ મકાનને નિશાન બનાવ્યું હતું. બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ઘરમાં તિજોરીમાં મુકેલા રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.45 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ આદરી છે.

ચોરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું

બનાવ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ઘોડદોડ રોડ સુભાષ હોલ પાસે સુરૂચી સોસાયટીમાં રહેતા ઓમપ્રકાશ પુખરાજ જૈન (ઉ.વ.42) વી.આઈ.પી રોડ ખાતે આવેલ જૈનમ પૈઈનામની સંસ્થામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. ઓમપ્રકાશ ભટાર શુભમંગલ સોસાયટીમાં રહેતા તેમના મમ્મીને મળવા માટે જયારે તેની પત્ની અલકાબેન સંતાનોને લઈને ભટાર મેધમલ્હાર કોમ્પ્લેક્ષમાં રહેતા તેની મમ્મીના ઘરે ગયા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.

રોકડ રકમ, ચાંદીના સિક્કા અને સોનાના દાગીનાની ચોરી

મુખ્ય દરવાજાને મારેલ લોક કોઈ સાધનથી તોડીને અંદર ત્રાટકેલા તસ્કરોએ બેડરૂમના કબાટની તિજારીમાંથી રોકડ રકમ, ચાંદીના સિક્કા અને સોનાના દાગીના મળી કુલ રૂપીયા 1.45 લાખની મતાની ચોરી કરી હતી. ઓમપ્રકાશ બપો૨ના સાડા ત્રણેક વાગ્યે ઘરે આવ્યા ત્યારે ચોરી થઈ હોવાની ખબર પડતા તેઓએ તેની પત્ની અલકાબેનને ફોન કરતા તેઓ પણ ઘરે દોડી આવ્યા હતા. ત્યારબાદ બનાવ અંગે પોલીસમાં જાણ કરતા પોલીસે તેમની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સીસીટીવીમાં બે ચોર કેદ થયા

જૈન પરિવાર ના ના ઘરમાં ચોરી કરનાર બેય સમો મોપેડ પર આવતા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. ત્યારબાદ ઘરમાં ઘૂસીને ચોરી કરી ફરાર થતા પણ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. હાલ પોલીસે સીસીટીવી આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related Posts: