વડોદરામાં કચ્છ માડવીના વેપારી સાથે ભેજાબાજ ત્રિપુટીએ 1.47 લાખની છેતરપિંડી કરી | 1.47 lakhs cheated by Margbaaj trio from Kutch Madvi businessman in Vadodara | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક

ખેડૂતો પાસેથી માલ ખરીદી મોટા શહેરોમાં વેચાણ કરતા કચ્છના વેપારીને ઊંચા ભાવે ફુટ ખરીદવાની લાલચે વડોદરા બોલાવ્યો હતો. અને તેની 307 દાડમની પેટીઓ વેચી વેપારીને ગાડી પાર્ક કરવા મોકલી બિલના રૂપિયા 1,47,400 ની રકમ દુકાનદાર પાસેથી બારોબાર મેળવી ભેજાબાજ ત્રિપુટી રવાના થઇ ગઇ હતી. વેપારીની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં ભેજાબાજનો સંપર્ક

કચ્છના માડવી રહેવાસી ભાઈલાલ શિવજીભાઇ પટણીના શેઠ રાજેશ દાતણીયા ખેડૂતો પાસેથી માલ ખરીદી મોટા શહેરોના માર્કેટમાં વેચાણ કરે છે. ભાઇલલાલ પટણીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 16 માર્ચના રોજ બોલેરો ગાડીમાં અમદાવાદ ખાતે ફ્રૂટ વેચવા માટે ગયા હતા. તે વખતે મારા ડ્રાઇવર હિરેનભાઈ સેવકને એક શખ્સ જમાલુદ્દીન હસનભાઈ માધુ (રહે. ભરૂચ ) ની ઓળખ આપી કહ્યું હતું કે, હું હોલસેલનો વેપારી છું અને મારી પેઢી છે. ખેતીવાડીનો માલ વેચાણ કરવો હોય તો મારો સંપર્ક કરજો.

ઉચો ભાવ આપવાની લાલચ આપી

દરમિયાન, જમાલુદ્દીને મને ફોન કરી કહ્યું હતું કે, હું વડોદરા માર્કેટમાં વેપારી છું તમારે દાડમ વેચવા હોય તો ભાવ સારો આપીશ. તે શખ્સે મારા શેઠને પણ ફોન કરી મારી ઓમ સાંઈ નામની પેઢી છે અને ફુટનો વેપાર કરું છું. મને માલ વેચાણ કરશો તો સારો ભાવ આપીશ તેવું કહ્યું હતું, જેથી 18 માર્ચના રોજ હું તથા મારો ડ્રાઈવર બોલેરો ગાડીમાં દાડમની 307 પેટીઓ ભરી વડોદરા ખંડેરાવ માર્કેટ વેરાઈ માતાના ચોક પાસે આવી પહોંચ્યા હતા.

ઠગ દુકાનનો માલિક બની ગયો

દાડમ લઈને આવી પહોચેલા ભાઇલલાલ પટણીને મનિષ નામના વ્યક્તિ સહિત બે વ્યક્તિ મળ્યા હતા. એસ.આર. ફ્રૂટ નામની દુકાન બતાવી પોતાની દુકાન હોવાનું જણાવ્યું હતું. અને ત્યાં ગાડી ખાલી કરવા માટે જણાવતા તેઓએ 307 દાડમની પેટી ભાવ નક્કી કરી ખાલી કરી હતી. દરમિયાન મનિષ આવી પહોંચ્યો હતો. તેને ગાડી પાર્ક કરી આવો હું હિસાબ કરી રાખું છું. આથી ભાઇલલાલ પટણી પોતાના માણસ સાથે ગાડી પાર્ક કરવા ગયા હતા.

ત્રિપુટી નાણાં લઇ પલાયન

ગાડી પાર્ક કરી પરત એસ.આર. ફ્રૂટ દુકાન ઉપર પરત ફરી વેપારી શ્યામભાઇને મળી દાડમ વેચાણના નાણાં માગ્યા હતા. ત્યારે વેપારીએ જણાવ્યું કે મનિષ પ્રશાંત કચ્છ નામનું બીલ બનાવી રૂપિયા 1,47, 400 આપી દીધા. ભાઇલલાલ પટણીએ મનિષ તથા તેના સાગરીતની તપાસ કરતાં મળી આવ્યો ન હતો. અને તેનો ફોન પણ બતાવતો હતો.દરમિયાન ભાઇલલાલ પટણીએ આ અંગેની જાણ શેઠ રાજેશભાઇને કરી હતી.

નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

દરમિયાન ભાઇલાલ પટણી શેઠ સાથે નવાપુરા પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે જમાલ, મનિષ સહિત ત્રણ ભેજાબાજો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم