નર્મદા (રાજપીપળા)44 મિનિટ પહેલા
- કૉપી લિંક
નર્મદા પોલીસ દારૂ, જુગારધામ પર દરોડા પાડી આરોપીઓને ઝડપી પાડી જેલના હવાલે કરે છે. ત્યારે અમુક સમયે વિજિલન્સ ટીમ તેમના ખબરીઓ દ્વારા બાતમી મેળવી દારૂ જુગારના ધંધા પર છાપો મારે છે. સોમવારે રાજપીપળા શાક માર્કેટ વિસ્તારમાં ચાલતા જુગારનાં મોટા અડ્ડા પર વિજિલન્સની ટીમે બાતમીના આધારે છાપો મારી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ ઝડપી બાર જુગારીઓ સામે ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુજરાત ગાંધીનગરની ટીમે સોમવારે રાજપીપળા શાક માર્કેટ વિસ્તારમાં ચલતા જુગાર પર રેડ પાડતા અલ્કેશ ઉર્ફે હેમંત પરષોતમ વસાવાએ વરલી મટકા આંક ફરકનો પૈસાનો હારજીતનો જુગાર પોતાના મળતીયા માણસોને રાઈટર તરીકે બેસાડી આવનાર ગ્રાહકો પાસેથી લખી લખાવી, પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડતો હતો. જેમાં પોલીસ રેડ દરમ્યાન 11 જુગારીઓ સ્થળ ઉપરથી પકડાઈ ગયા હતા.
આ જુગારમાં રોકડ નાણાં 33 હજાર 160 તથા 10 નંગ મોબાઇલ ત્રણ વાહનો મળી કુલ 1 લાખ 49 હજાર 660 રૂપિયાના મુદ્દામાલ સાથે ખેલીઓને ઝડપી રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જુગારધારાનો કેશ નોંધી તપાસ હાથ ધરી છે.
પકડાયેલા 11 જુગારીઓમાં રાજપીપળા કસ્બાવાડમાં રહેતા સલીમ ગુલામનબી મન્સુરીમ, ગુલામનબી મહમદભાઇ મન્સુરી, સડકફળીયા રાજપીપળાના કલ્પેશ છોટુ પટેલ, પ્રતાપપુરાના સંજય લક્ષ્મણ વસાવા, કાછીયાવાડ લીલોડિયા ફળિયાના નિલેશ ડાહ્યા ખત્રી, કુંભારવાડ સત્યનારાયણ મંદિર પાસે રહેતા રાજુ લાખણસિંહ કુશવાહ, સુંદરપુરાના જીતેન્દ્ર નરોત્ત વસાવા, કસ્બાવાડ યાસીન છિતુ ગરાસીયા, હનીફ નજરમહમદ કુરેશી, આરબ ટેકરા નુરાની મસ્જિદ પાછળ ઇકબાલ હુશેનબક્ષ મણીયાર તથા હેંડબી ગામનો સુભાષ ગોંવીદ વસાવા આ 11 જેટલા ખેલીઓ ઝડપાઇ ગયા છે. જ્યારે ખારા ફળીયાનો અલ્કેશ ઉર્ફે હેમંત પરષોતમ વસાવા પોલીસને ચકમો આપી ભાગ જતાં જેને પોલીસ વોન્ટેડ જાહેર કર્યો છે.