Monday, April 10, 2023

ભાવનગરથી 15 વર્ષીય તરૂણી  જૂનાગઢ રેલવે સ્ટેશન આવી પહોંચતા 181 મહિલા હેલ્પ લાઈન ટીમે શિશુમંગલ સંસ્થામાં આશ્રય અપાવ્યો | 181 Women's Help Line Team took shelter at Shishumangal Sanstha when 15-year-old Taruni from Bhavnagar reached Junagadh railway station. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 181 Women’s Help Line Team Took Shelter At Shishumangal Sanstha When 15 year old Taruni From Bhavnagar Reached Junagadh Railway Station.

જુનાગઢ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જૂનાગઢ શહેરમાં કાર્યરત 181 મહીલા હેલ્પ લાઈનમાં રેલવે પોલીસ અધિકારીએ કોલ કરી જણાવેલ કે, જૂનાગઢ રેલવે સ્ટેશન પ્લેફોર્મ પર થી એક 15 વર્ષીય તરુણી મળી આવેલ છે. કોલ મળતા તુરંત 181 મહીલા હેલ્પ લાઇન ટીમના ફરજ પરના કાઉન્સેલર અરુણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ ઉજાલા બેન ખાણીયા તથા પાઇલોટ અલ્પેશ ભાઈ સહિતની ટીમ સ્થળ પર તરુણીને મળ્યા પહોંચ્યા હતા.

181 મહીલા હેલ્પ લાઇન ટીમે તરૂણીનું કાઉન્સેલીંગ કરતા જણાયેલ કે, ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમના માતાએ બીજા લગ્ન કરી લેતા તરૂણી દાદી સાથે રહેતી હતી. તેના દાદી મારપીટ કરી હેરાનગતિ કરતા હોવાથી તેમના માતા સાથે થોડા દિવસથી રહેવા જતા રહી હતી,પરંતુ ત્યાં તેના માતા સાથે તેમના પતિએ ઝઘડો કરતા તરૂણી સાંભળી લેતા તેમના મન પર લાગી આવતા ઘરેથી નીકળી જઈ જૂનાગઢ આવી ગઈ હતી. તરૂણીને હાલ તેમના દાદી સાથે રહેવા માગતા ના હોય અને માતા સાથે રહેવું હોય જેથી તેમના માતા સાથે રેલવે પોલીસે સંપર્ક કરાવ્યો હતો. અને તેમના માતા તરૂણીને રાખવા તૈયાર હતા પરંતુ હાલ તેઓ ને આવતા સમય લાગશે તેમ જણાવેલ જેથી તરૂણીને સુરક્ષા અને આશ્રય માટે શિશુમંગલ સંસ્થામાં લઇ જઇ ત્યાં આશ્રય અપાવવામાં આવ્યો હતો..

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.