રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થયા બાદ સોમવારથી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થતાની સાથે જ પ્રથમ પરીક્ષાની અંદર જ એક સાથે 3-3 કોપી કેસ નોંધાયા છે. જેમાં અમરેલીના સાવરકુંડલામાં બે અને ભાયાવદરમાં એક વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થતા 17 એપ્રિલ થી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં બીએ બીકોમ સહીત અલગ અલગ 15 જેટલા કોર્ષના 42,000 જેટલા વિદ્યાર્થીઓની 119 કેન્દ્ર ઉપર પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષાના પ્રથમ દિવસે જ એક સાથે 3-3 કોપીકેસ નોંધાયા છે. જેમાં અમરેલીના સાવરકુંડલા ખાતે BSC સેમેસ્ટર 4 માં બે વિદ્યાર્થી જયારે ભાયાવદર ખાતે BCA સેમેસ્ટર 4 માં એક વિદ્યાર્થી પરીક્ષામાં ગેરરીતિ આચરતા હોવાનું સામે આવતા તેમની સામે કોપી કેસ કાર્યવાહી કરવામાં આવી છે.
પરીક્ષાની અંદર જ એક સાથે 3-3 કોપી કેસ નોંધાયા
ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની પરીક્ષા દરમિયાન ઓનલાઇન CCTV ફૂટેજ પરીક્ષા દરમિયાન જોઈ શકાતા ન હતા જે આ વખતે ચાલુ કરી દેવામાં આવતા પરીક્ષા દરમિયાન ઓનલાઇન લાઈવ CCTV પરીક્ષાના જોઈ શકાય તે માટે વ્યવસ્થા યુનિવર્સીટી દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવી છે..