બોટાદથી ગાંધીગ્રામ અને ધ્રાંગધ્રા સુધી દોડશે સમર સ્પેશિયલ ટ્રેન; 15 એપ્રિલથી 30 જૂન સુધી ટ્રેન દોડશે | Summer special train will run from Botad to Gandhigram and Dhrangadhra; The train will run from April 15 to June 30 | Times Of Ahmedabad

બોટાદ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર રેલવે મંડળના બોટાદ સ્ટેશનથી ગાંધીગ્રામ અને ધ્રાંગધ્રા સુધી 15/04/2023થી 30/06/2023 સુધી વિશેષ ભાડા પર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

ટ્રેન નંબર 09212/09211 બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ
ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ-બોટાદ દૈનિક સમર સ્પેશિયલ, ગાંધીગ્રામથી દરરોજ 09.25 કલાકે ઉપડશે અને તેજ દિવસે 13.15 કલાકે બોટાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશિયલ બોટાદથી દરરોજ 14.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 18.05 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન અલાઊ, સારંગપુર રોડ, જાલીલા રોડ, ચંદરવા, ભીમનાથ, તગડી, ધંધુકા, રાયકા, ધોળી ભાલ, હડાળા ભાલ, લોલિયા, લોથલ ભુરકી, અરણેજ, કોઠ ગાંગડ, ગોધનેશ્વર, ધોળકા, બાવળા, મટોડા, મોરૈયા, સરખેજ અને વસ્ત્રાપુર સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે.

ટ્રેન નંબર 09213/09214 બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ
ટ્રેન નંબર 09213 બોટાદ-ધ્રાંગધ્રા દૈનિક સમર સ્પેશિયલ બોટાદથી દરરોજ 04.00 કલાકે ઉપડશે અને તેજ દિવસે 06.45 કલાકે ધ્રાંગધ્રા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09214 ધ્રાંગધ્રા-બોટાદ દૈનિક સમર સ્પેશિયલ ધ્રાંગધ્રાથી દરરોજ 06.55 કલાકે ઉપડશે અને તેજ દિવસે 09.25 કલાકે બોટાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કુંડલી, રાણપુર, ચુડા, લીંબડી, વઢવાણ સિટી, જોરાવરનગર, સુરેન્દ્રનગર ગેટ અને સુરેન્દ્રનગર જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post